Fri Sep 04 2026

Logo

ભારત-પાકિસ્તાન વચ્ચે આ દિવસે જામશે જંગ, ICCએ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કર્યું

Dubai   2026-02-24 17:43:00
Author: Savan Zalariya
ભારત-પાકિસ્તાન વચ્ચે આ દિવસે જામશે જંગ, ICCએ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કર્યું

દુબઈ:  હાલ ક્રિકેટ ચાહકોમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 અંગે ચર્ચા થઇ રહી છે, એવામાં ICC એ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર કર્યું છે. મહિલા T20 વર્લ્ડ કપની 10ની આવૃત્તિ ઇંગ્લેન્ડની યજમાની હેઠળ રમાશે, આ ટુર્નામેન્ટની શરૂઆત 12 જૂનથી થશે જે 5 જુલાઈ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ જંગ જામશે.

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં 12 ટીમો ભાગ લેશે, ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની પાકિસ્તાન મહિલા ટીમ એક જ ગ્રુપ-1માં સ્થાન મળ્યું છે. 

ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને  નેધરલેન્ડ્સને રાખવમાં આવ્યા છે, જ્યાર ગ્રુપ-2માં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને રાખવામાં આવ્યા છે.

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોની નજર 14 જૂન પર રહેશે, આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એજબેસ્ટન ખાતે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરુ થશે.

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં કુલ 33 મેચ રમાશે. ICC એ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે એજબેસ્ટન ખાતે રમાશે. 

ICCના CEO સંજોગ ગુપ્તાએ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 શેડ્યુલ જાહેર કરતા જણાવ્યું કે આ ટુર્નામેન્ટ  મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા ICC ના સતત પ્રયત્નો દર્શાવે છે.  

સંજોગ ગુપ્તાએ જણાવ્યું કે ગત વર્ષે ભારતમાં યોજાયેલા ICC મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપે આ રમતને નવું બળ આપ્યું છે, આ દરમિયાન ઘણાં રેકોર્ડ તૂટ્યા હતાં, કલ્પનાઓ સરકાર કરી અને લોકોને પ્રેરણા આપી,  અમારી ઈચ્છા જૂન-જુલાઈમાં આ ઇવેન્ટમાં ગતિને આગળ વધારવાની છે.