Tue May 19 2026

Logo

કાન્સમાં હુમા કુરેશીનો રોયલ લૂક, લાસ્ટ કાર્પેટ પર ગ્લેમરનો જાદુ જોવા મળ્યો

Paris   2026-05-19 21:01:30
Author: Mumbai Samachar Team
Article Image

પેરીસઃ ફ્રાંસમાં આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક પછી એક બોલિવૂડ સેલેબ્સની એન્ટ્રી ફેન્સને ચોંકાવી રહી છે. 79માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના લૂકથી એની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ એમનો લાસ્ટ કાર્પેટ લૂક છે.

આ નવા આઉટફીટની કેટલીક તસવીર એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. બ્લેકડ્રેમાં એમનો લૂક દમદાર લાગે છે. આ તસીવર પર સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. પોતાના રોયલ અંદાજથી હુમાએ ફેન્સનું જ નહીં કાન્સમાં આવેલા દરેક મહેમાનનું ધ્યાન ખેંચ્યું હતું. 

લાઈટમેકઅપમાં દમદાર પોઝ 

એમનો સ્ટનિંગ લૂક અને લાઈટ મેકઅપ એમને બરોબર સ્યૂટ કરે છે. પર્ફેક્ટ ફિટિંગ અને ફેશનની દુનિયામાં એક અલગ અંદાજ હુમાએ પીરસ્યો છે. બ્લેક વેલવેટના ડ્રેસમાં હુમાએ ફિગર હગિંગ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ફીટ અને ફાઈન લાગી રહી છે. ડ્રેસની ડીપ નેકલાઈન તથા ફ્લોર લેંથ સિલ્હુટ એના લૂકમાં વધારો કરે છે.

આ ઉપરાંત લાઈટ મેકઅપ ગ્લેમરસ લૂકમાં વધારો કરે છે. હુમાના આઉટફીટની ખાસવાત એ છે કે, આઉટફિટ પર ફ્લોરલ ડીટેલિંગ કરવામાં આવ્યું છે.જે સમગ્ર લૂકને યુનિક અને હાઈફેશનેબલ બનાવે છે. લૂકને કંપ્લિક્ટ કરવા માટે હુમાએ સોફ્ટગ્લેમ મેકઅપ કર્યો છે. જે એના ચહેરાને વધારે એમ્બોસ કરવા કરતા એકદમ લાઈટ રાખે છે. આમ એનો ચહેરો નેચરલ લૂકિંગ દેખાઈ રહ્યો છે. 

સાદી હેરસ્ટાઈલ પણ પર્ફેક્ટ લૂક

હેરસ્ટાઈલની વાત કરવામાં આવે તો એના વાળને સોફ્ટ અને વેવી સ્ટાઈલમાં સેટ કરાયા છે. જેમાં એનો લૂક વધારે સારો દેખાય છે. એકથી એક ચડિયાતા પોઝ આપીને તેણે સોશિયલ મીડિયા પર કોમેન્ટની સુનામીને વેગ આપ્યો છે. હુમાનો આ અંદાજ એના ફેન્સને તથા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આવેલા મહેમાનોને પસંદ આવી રહ્યો છે.

દરેક તસવીરમાં એનો એક અલગ કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે. હુમા ટૂંક સમયમાં સુપરસ્ટાર યશ સ્ટારર બહુપ્રતિક્ષિત એક્શન ડ્રામા ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) માં એક મજબૂત અને પડકારજનક પાત્રમાં જોવા મળવાની છે,વૈવિધ્યસભર ભૂમિકાઓ અને વેબ સિરીઝ દ્વારા તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે.