Sat Mar 07 2026

Logo

Holi 2026 AI Photo Guide: હોળી પર સફેદ કુર્તામાં દેખાવું છે સ્ટાઇલિશ? આ રીતે જનરેટ કરો અદભૂત AI ફોટો...

4 days ago
Author: Darshana Visaria
Article Image

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને જો તમે પણ ધ્યાનથી જોયું હશે તો લોકો સોશિયલ મીડિયા પેજ પર સરસ સરસ હોળીના ફોટો જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એઆઈથી યુનિક ફોટોઝ બનાવીને અપલોડ કરવાનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. અત્યાર સુધી આપણે કેમેરાથી ફોટા પાડતા હતા, પણ હવે AI (Artificial Intelligence)નો જમાનો છે. તમે ગૂગલ જેમિની (Google Gemini) lનો ઉપયોગ કરીને મિનિટોમાં પ્રોફેશનલ અને કલરફુલ હોળી ફોટોઝ બનાવી શકો છો. કઈ રીતે?? ચાલો તમને આ સ્ટોરીમાં જણાવીએ...

તમારે બસ અહીં જણાવવામાં આવેલા 7 પ્રોમ્પ્ટ્સ (Prompts)નો ઉપયોગ કરવાનો છે અને જેમિની તમને મસ્ત ફોટોઝ જનરેટ કરી આપશે. તો ચાલો રાહ કોની જોઈ રહ્યા છો ફટાફટ એઆઈની મદદથી બનાવો તમારા ફોટો...

સફેદ કુર્તામાં ક્લાસિક હોલી લૂક
પ્રોમ્પ્ટ: "Create a realistic image of a young man/woman wearing a traditional white cotton kurta, splashed with vibrant Holi colors (red, pink, yellow). The person is smiling and holding a plate of organic gulal. High definition, festive background."

ગ્રુપ સેલિબ્રેશન વિથ ફ્રેન્ડ્સ
પ્રોમ્પ્ટ: "A group of diverse friends celebrating Holi in an open garden. Everyone is wearing white clothes covered in colors, laughing, and throwing colorful water balloons. Cinematic lighting, joyful atmosphere."

ક્યુટ કિડ્સ હોલી ફોટો
પ્રોમ્પ્ટ: "A cute 5-year-old child in a miniature white kurta, holding a colorful pichkari (water gun). The child's face is dotted with colors, looking very excited. 3D render style, vibrant background."

કપલ ગોલ્સ: હોલી સ્પેશિયલ
પ્રોમ્પ્ટ: "A romantic couple in white ethnic wear celebrating Holi. They are gently applying color on each other's cheeks. Background with marigold flowers and colored mist. Realistic photography style."

હોલી વિથ પેટ્સ 
પ્રોમ્પ્ટ: "An AI image of a person sitting with their golden retriever dog. Both are wearing white bandanas with safe dry colors on them. Sunset lighting, warm and emotional vibes."

ડાન્સ અને મ્યુઝિક વાઈબ
પ્રોમ્પ્ટ: "People dancing on Bollywood Holi songs in a street party. Drums (Dhol) in the background, colorful smoke in the air, everyone in white traditional attire. High energy action shot."

ક્લોઝ-અપ પોટ્રેટ
પ્રોમ્પ્ટ: "A close-up portrait of a girl with mesmerizing eyes, her face and hair covered in artistic splashes of neon Holi colors. Background is blurred with festive lights. Ultra-realistic, 8k resolution."

 ગૂગલ જેમિની પર ફોટો કેવી રીતે બનાવશો? 
કયા પ્રોમ્પ્ટ યુઝ કરવા એ વિશે જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે તમે કઈ રીતે આ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને સુંદર ફોટો તૈયાર કરી શકો છો. આ માટે તમારે અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા ગૂગલ જેમિની એપ અથવા વેબસાઇટ પર જાઓ.
ઉપર આપેલા પ્રોમ્પ્ટ્સમાંથી તમારો મનપસંદ પ્રોમ્પ્ટ કોપી કરો.
જેમિનીના ચેટ બોક્સમાં પેસ્ટ કરો (તમે તમારી જરૂરિયાત મુજબ નામ કે વિગત બદલી શકો છો).
'Enter' આપો અને થોડી સેકન્ડોમાં જેમિની તમને અલગ-અલગ ઓપ્શન બતાવશે.
તમને ગમતો ફોટો ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરો.

છે ને એકદમ હટકે પણ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ પરફેકટ હોલી લૂક રેડી કરવામાં મદદ કરો...

વધુ જુઓ...