Mon Jul 27 2026

Logo

'હું ઠાકુર છું...', બોલનારી બેંક કર્મચારી સાથે ઇ-રિક્શામાં બેડ ટચ, વીડિયો શેર કરી કહ્યું મે તેને લાફો માર્યો

2026-06-05 08:45:00
Author: Mumbai Samachar Team
Article Image

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં HDFC બેંકની પૂર્વ કર્મચારી આસ્થા સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની સાથે ઈ-રિક્શામાં થયેલી છેડતીની ઘટના વિશે જણાવ્યું છે. આસ્થા સિંહ એ જ યુવતી છે, જેમનો થોડા સમય પહેલા બેંકમાં વિવાદ દરમિયાન 'હું ઠાકુર છું' વાળો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

આસ્થા સિંહના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની બેંક બ્રાન્ચમાંથી નીકળીને મેટ્રો સ્ટેશન જવા માટે એક ઈ-રિક્શામાં બેઠા હતા. આસ્થાએ જણાવ્યું, "મારી બાજુમાં એક આંટી અને સામે એક વિધર્મી વ્યક્તિ બેઠો હતો. અચાનક મને અહેસાસ થયો કે અશ્લિલ હરકત કરવા લાગ્યો." 

આસ્થાએ તરત જ હિંમત બતાવીને આરોપીને ધક્કો માર્યો અને તેના હાથ પર લાફા તથા મુક્કા માર્યા. તેમનું કહેવું છે કે તે વિસ્તાર એક ચોક્કસ સમુદાયની ભીડવાળો હોવાને કારણે તેઓ વધુ કંઈ બોલી શકી નહીં, પરંતુ તેમણે આરોપીનો 2-3 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આરોપીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉલટો આસ્થા પર જ બેસવાની ખબર પડતી નથી (બેસવાનું ભાન નથી) તેવો આરોપ લગાવી દીધો.

કાનપુર પોલીસની કાર્યવાહી

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કાનપુર પોલીસે સમગ્ર બાબતની નોંધ લીધી હતી. પોલીસે તરત જ પીડિત મહિલાનો સંપર્ક કરીને તેમની લેખિત ફરિયાદના આધારે FIR નોંધી લીધી હતી.

એડિશનલ સીપી સંકલ્પ શર્માએ જણાવ્યું કે, "જે કોઈ પણ દીકરીઓ વિરુદ્ધ આવા ઘૃણાસ્પદ કાર્યો કરશે, તેને છોડવામાં નહીં આવે."

પોલીસ આરોપીની ઓળખ કરવા માટે તે રૂટના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહી છે અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.

6 જાન્યુઆરીએ આસ્થા સિંહનો થયો હતો વિવાદ

નોંધનીય છે કે આ વર્ષે 6 જાન્યુઆરીના રોજ એચડીએફસી (HDFC) બેંકની એક પૂર્વ મહિલા કર્મચારી પોતાની નોકરીમાંથી મુક્ત થયાનો પત્ર (રિલીવિંગ લેટર) લેવા આવ્યા હતા. ઘણી વાર સુધી રાહ જોયા બાદ તેમના પતિ પણ બેંક પહોંચ્યા હતા. આ બાબતને લઈને આસ્થા સિંહનો તે દંપતી (પતિ-પત્ની) સાથે ઝઘડો થઈ ગયો હતો.

બાદમાં આસ્થા સિંહે ખુલાસો કરતા જણાવ્યું કે તે મહિલા કર્મચારીના પતિએ તેમની ડેસ્ક પાસે આવીને તેમની જાતિ પૂછી હતી અને અપશબ્દો બોલીને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેના જવાબમાં આસ્થા સિંહે ગુસ્સામાં કહ્યું હતું કે તે 'ઠાકુર' છે. આ બાબતને લઈને ત્યારે ઘણો વિવાદ થયો હતો.