Thu Aug 20 2026

Logo

ખડગેના કટાક્ષ પર પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ આપ્યો જોરદાર જવાબ? સોશિયલ મીડિયામાં શેર કરી પોસ્ટ...

2026-03-18 22:33:26
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: રાજ્યસભામાં નિવૃત્ત થતા સાંસદોને વિદાય આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા પર કટાક્ષ કર્યો હતો. ખડગેના કટાક્ષ કર હવે એચડી દેવગૌડાએ પણ વળતો જવાબ આવ્યો છે. એચડી દેવગૌડાના કોંગ્રેસ સાથેના સંબંધોની વાત કરતા રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અમે એચડી દેવગૌડા સાહેબે પ્રેમ કોંગ્રેસને કર્યો હતો પણ લગ્ન, મોદી સાહેબ સાથે કર્યા હતાં. આના પર હવે એચડી દેવગૌડાએ હળવા વ્યંગમાં જ વળતો જવાબ આપ્યો છે. 

ખડગેના કટાક્ષ અને પૂર્વ વડા પ્રધાને આવ્યો જવાબ

મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપતા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, મારા પ્રિય અને લાંબા સમયના મિત્ર, મલ્લિકાર્જુન ખડગેજીએ આજે સંસદમાં મારા વિશે ટિપ્પણી કરી હતી કે હું 'કોંગ્રેસના' 'પ્રેમમાં' હતો પણ અંતે મોદીજી સાથે 'લગ્ન' કરી લીધા, પરંતુ તેમને ખબર નથી કે મેં આવું શા માટે કર્યું હતું?  ખડગે જ્યારે બોલી રહ્યા હતા ત્યારે હું સદનમાં હાજર નહોતો, કારણ કે મારે આવતીકાલે યોજાનાર ઉગાડી ઉત્સવમાં હાજરી આપવા માટે બેંગલુરુ જવાનું હતું.

કોંગ્રેસ સાથે મારા 'લગ્ન' બળજબરીપૂર્વક થયા

વધુમાં લખ્યું કે, જો હું મારા મિત્રને તેમની લગ્નવાળી ભાષાનો જવાબ આપું તો, હું કહીશ કે કોંગ્રેસ સાથે મારા 'લગ્ન' જબરજસ્તી રીતે થયાં હતાં. પરંતુ મારે તેમનાથી છૂટાછેડા લેવા પાડ્યાં, કારણ કે આ સંબંધ મને પરેશાન કરનારા હતા. વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે, રેકોર્ડને સ્પષ્ટ કરવા માટે કહેવા માંગુ છું કે, મેં કોંગ્રેસ ગઠબંધન નહોતું છોડ્યું, પરંતુ તેઓએ જ મારાથી દૂર થયાં હતાં. તેમણે મને મજબૂર કર્યો હતો કે, હું તેમનાથી અલગ થાઉ અને બીજો યોગ્ય પાર્ટનર પસંદ કરું!

કટાક્ષભર્યા નિવેદનનો પૂર્વ પીએમ એ આપ્યો ધારદાર જવાબ 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કટાક્ષભર્યા નિવેદનનો એચડી દેવગૌડાએ ધારદાર જવાબ આપ્યો છે. તેમને સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરીને આ જવાબ આપ્યો છે. કોંગ્રેસ વારંવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતી હોય છે. ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.