Tue Sep 08 2026

Logo

હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

2026-07-31 20:32:14
Author: Chandrakant Kanoja
હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

હરિદ્વાર : હરિદ્વારથી ગંગાજળ ભરી પરત ફરી રહેલા ચાર સગીર મિત્રો ગંગા સ્નાન દરમિયાન ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ચારેય મિત્રો ગંગા નહેરમાં ડૂબી ગયા હતા તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ચારે મિત્રો ચંદીગઢના રહેવાસી હતા.

30 જુલાઈએ રાત્રે કાવડ યાત્રા કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા  

આ દુર્ઘટના જ્વાલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જટવાડા પુલ પાસે સ્નાન 
કરતી વખતે ગંગા નહેરના ઊંડા પાણીમાં ડૂબી જવાથી થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર મિત્રો  30 જુલાઈની રાત્રે કાવડ યાત્રા કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. 

જટવાડા પુલ નજીક ગંગા નહેરમાં ઉતર્યા હતા

હરિદ્વાર પહોંચ્યા પછી ચારેય મિત્રો કાવડ યાત્રા ઉપાડીને શુક્રવારે વહેલી સવારે ચંદીગઢ જવા રવાના થયા હતા. ત્યારે  જટવાડા પુલ પર પહોંચ્યા પછી તેઓ તેમના અન્ય સાથીઓના આવવાની રાહ જોતા હતા. તેમજ ગરમીને કારણે  ચારે મિત્રો  સવારે 4:00 વાગ્યે સ્નાન કરવા માટે ગંગા નહેરમાં ઉતર્યા હતા. 

 સ્નાન કરવા માટે રેલિંગ ઓળંગી ગયા હતા

તેમજ ચારે મિત્રો  પાણીમાં સ્નાન કરવા માટે રેલિંગ ઓળંગી ગયા હતા. આ અચાનક  તેઓ ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા અને એક પછી એક ચારેય મિત્ર ડૂબી ગયા હતા.