ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ એટલો જ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યાએ નેધરલેન્ડ સામેની મેચમાં આપેલા ધૂઆધાર પર્ફોર્મન્સ બાદ હવે તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સોશિયલ મીડિયા પર હાર્દિકની તેની લેડી લવ માહિકા શર્માને બર્થડે વિશ કરતી સ્ટોરી આગની જેમ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં હાર્દિકે માહિકાને માય પ્રિન્સેસ કહીને સંબોધી છે. ચાલો જોઈએ હાર્દિકે પોતાની પોસ્ટમાં આગળ શું લખ્યું છે...
હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં હાર્દિક પંડ્યા માહિકા શર્મા સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહ્યો છે. આ ક્રિયેટિવ અને રોમેન્ટિક ફોટો સાથે હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે, હેપ્પી બર્થડે માય પ્રિન્સેસ. હાર્દિકની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. ફેન્સ હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે.
વાત કરીએ માહિતા શર્મા કોણ છે એની તો માહિકા શર્મા એક જાણીતી મોડલ, અભિનેત્રી અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિયેટર છે. દિલ્હીમાં જન્મેલી માહિકાએ ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. માહિકાએ અનેક મોટી બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે મોડલિંગ કર્યું છે. હાર્દિક સાથેની રિલેશનશિપ તેણે ઓક્ટોબર, 2025માં કન્ફર્મ કરી હતી. માહિકા હાલમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ દરમિયાન સતત હાર્દિક અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં હાજર રહે છે.
અહીંયા તમારી જાણકારી માટે કે થોડાક સમય પહેલાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યાએ માહિકાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે એક સમયે તે માનસિક રીતે ક્રિકેટથી દૂર થઈ ગયો હતો, પરંતુ માહિકાએ તેની અંદર ફરીથી રમત પ્રત્યેનો ઉત્સાહ અને પ્રેમ જગાડવામાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. હાર્દિકે તેનો આભાર માનતા કહ્યું કે, તેના શાનદાર પ્રદર્શન અને મેન્ટલ પીસમાં માહિકાનો મોટો ફાળો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2024માં છૂટાછેડા લીધા હતા. ડિવોર્સ બાદથી જ હાર્દિકનું નામ અલગ અલગ લેડી લવ સાથે જોવા મળ્યો હતો અને હાલમાં તેનું નામ માહિકા શર્મા સાથે જોડાઈ રહ્યું છે. ગેમ્સની વાત કરીએ તો હાલમાં હાર્દિક ટી-20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.