નવી દિલ્હીઃ સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ખેલાડી તરીકે પોતાનો બેઝ કાયમ માટે બેંગ્લૂરુને પસંદ કર્યું છે. કારણ એ છે કે પોતાની કરીઅરના બાકીના વર્ષો માટે બેંગ્લૂરુના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)ને પોતાનો ટ્રેઇનિંગ બેઝ બનાવ્યો છે. ભારતના હાલના આગળ પડતા ક્રિકેટરોમાં આ નિર્ણય લેનાર તે પહેલો જ ખેલાડી છે.
સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે કૉન્ટ્રૅક્ટ ધરાવતા ખેલાડીઓ ઈજા પછીના રિહૅબિલિટેશન, ફિટનેસની ચકાસણી અને નૅશનલ કૅમ્પ માટે બેંગ્લૂરુના સીઓઇમાં થોડા દિવસ માટે જતા હોય છે, પણ હાર્દિકે કાયમ માટે સીઓઇને પોતાનું સેક્નડ-હોમ બનાવી લીધું છે. તેણે બેંગ્લૂરુ શહેરની નજીક (સીઓઇની નજીક) ભાડા પર ફ્લૅટ લીધો છે.
હાર્દિક વડોદરાનો છે. તેણે છેલ્લા એક દાયકામાં મોટા ભાગનો સમય મુંબઈમાં વીતાવ્યો છે અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો ત્યારે તાલીમ અને પ્રૅક્ટિસ માટે નવી મુંબઈમાં ઘણસોલીમાં થોડા દિવસ માટે રહેતો હતો. મુંબઈમાં તેનું લોઅર પરેલમાં ઘર છે. જોકે ઈજાની સારવાર અથવા પ્રૅક્ટિસ સંબંધમાં રોજ અથવા વારંવાર મુંબઈમાંથી નીકળીને નિર્ધારિત સ્થળે પહોંચવું તેના માટે ખૂબ મુશ્કેલ હતું.
32 વર્ષીય હાર્દિકને પગમાં ઈજા છે જેને લીધે તે ઇંગ્લૅન્ડના ટી-20 પ્રવાસે નથી જઈ શક્યો. તેણે છેલ્લા છ મહિનામાં ખાસ્સો એવો સમય બેંગ્લૂરુના સીઓઇમાં વીતાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક હજી પાંચથી છ વર્ષ સુધી વન-ડે અને ટી-20 ફૉર્મેટની મૅચો રમવા માગે છે. તેણે અંગત કારણસર બે્રક લીધો હતો અને હવે એક-બે દિવસમાં સીઓઇ પહોંચી જશે એવી સંભાવના છે.
ભારતની ઇંગ્લૅન્ડ પછી ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝ રમાશે જેમાં હાર્દિક રમશે કે નહીં એ હજી