Tue May 12 2026

Logo

હાર્દિકની લોકપ્રિયતા હમણાં ઘટી ગઈ છે, પણ હમશકલ ધૂમ મચાવી રહ્યો છે...

2026-05-11 20:10:14
Author: Ajay Motiwala
Article Image

IPL


મુંબઈ: હાર્દિક પંડ્યા (Hardik Pandya) ખેલાડી તરીકે હમણાં આઉટ-ઑફ-ફૉર્મ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ વખતની આઈપીએલના પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, હાર્દિક અને તેના મોટાભાઈ કૃણાલ પંડ્યા વચ્ચે કંઈક ખટપટ ચાલી રહી છે એવી ચર્ચા છે જે સાચી ન પણ હોય, મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાંથી હાર્દિકને હવે કદાચ જાકારો આપવામાં આવશે એવી પણ અટકળ છે, ત્રણ વર્ષથી હાર્દિકને મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવાયો છે ત્યારથી રોહિત શર્માના ચાહકો હાર્દિકથી નારાજ છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે હાર્દિક પંડ્યાની લોકપ્રિયતા હમણાં ખૂબ ઘટી ગઈ છે. જોકે બીજી બાજુ હાર્દિકનો હમશકલ (Duplicate) ક્રિકેટ રસિકોમાં ધૂમ મચાવી રહ્યો છે.

લૂકઅલાઈકની બોલબાલા

એક વિડીયો પરથી જાણવા મળ્યું છે કે હાર્દિકનો ડુપ્લીકેટ (લૂકઅલાઈક) સ્ટેડિયમોમાં, સ્ટેડિયમોની બહાર, મૉલ પાસે કે અન્ય ઇવેન્ટ્સમાં ક્રિકેટ પ્રેમીઓ સાથે ફોટા પડાવીને અને વિડીયો માટે ફેવર કરીને (ઓરિજિનલ હાર્દિકની સ્ટાઈલમાં પોઝ આપીને) બધાને ખુશ કરી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Daily Rising Star (@drs18_m)

ખુદ હાર્દિક પણ હસી પડ્યો

તમે નહીં માનો પણ તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમમાં એક મૅચ દરમ્યાન હાર્દિકનો હમશકલ પ્રેક્ષકો વચ્ચે છવાઈ ગયો હતો ત્યારે કૅમેરામૅને તેના પર ફોકસ રાખતાં સ્ક્રીન પર તેને જોઈને ખૂબ હાર્દિક પંડ્યા પણ હસી પડ્યો હતો.

સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી જેવા દિગ્ગજો પછી હવે હાર્દિક પંડ્યાનો હમશકલ પણ વિવિધ જગ્યાઓએ તેમ જ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ રહ્યો છે.

મુંબઈ હોય કે અમદાવાદ, બેંગ્લૂરુ હોય કે કોલકાતા, ચેન્નઈ હોય કે હૈદરાબાદ... કે પછી દેશનું કોઈ નગર હોય કે કોઈ નાનામાં નાનું ગામ, હાર્દિક પંડ્યા (ઑરિજિનલ) ખૂબ પ્રચલિત છે અને તે બહુ જલ્દી ફૉર્મમાં આવી જાય એવી સૌને આશા છે. જોકે આ સ્થિતિમાં તેનો હમશકલ પણ વધુ ને વધુ ફેમસ થતો જશે એમાં બે મત નથી.