Wed Sep 16 2026

Logo

હાર્દિકે ગુપચુપ લગ્ન કરી લીધાં? ગર્લફ્રેન્ડ માહિકાના માથે સિંદૂર જોઈને ફૅન્સ ચોંકી ગયા

2026-06-28 16:48:24
Author: Ajay Motiwala
હાર્દિકે ગુપચુપ લગ્ન કરી લીધાં? ગર્લફ્રેન્ડ માહિકાના માથે સિંદૂર જોઈને ફૅન્સ ચોંકી ગયા

નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા થોડા મહિનાઓથી મેદાન પરના પર્ફોર્મન્સ કરતાં અંગત જીવન બાબતમાં વધુ ચર્ચામાં રહ્યો છે અને હવે તો જાણે ચરમસીમા આવી ગઈ. સોશ્યલ મીડિયામાં હવે ચર્ચા એ છે કે હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ગુપચુપ લગ્ન (Wedding) કરી લીધા છે કે શું?

સોશ્યલ મીડિયમાં બન્નેની તસવીર વાઇરલ થઈ છે જેમાં હાર્દિકના માથે તિલક અને માહિકાના માથે સિંદૂર જોવા મળતાં બન્નેના ચાહકો ચોંકી ગયા છે. બન્નેની આ નવી તસવીર પળવારમાં વાઇરલ થઈ ગઈ છે.

ક્રિકેટર હાર્દિક અને ઍક્ટ્રેસ-મૉડેલ માહિકાએ એક વૃદ્ધ મહિલા સાથે જે પોઝ આપ્યો છે એ તસવીર રિયલ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની કરામત છે એ તો સ્પષ્ટ નહોતું થયું, પણ માહિકાના માથે જે સિંદૂર હતું એના પર સૌનું ધ્યાન અચૂક ગયું હતું. તસવીરમાં માહિકાના માથે ચાંદલો પણ જોવા મળે છે. યુગલે શનિવારે સવારે અમદાવાદના ભદ્રકાળી મંદિરની મુલાકાત લીધી હતી એવી તસવીર પણ વાઇરલ થઈ છે. ભદ્રકાળી હાર્દિક પંડ્યાના પરિવારના કુળદેવી છે.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ તસવીરો પોતાની સ્ટોરી સાથે શૅર કરી હતી અને સ્ટોરીના વ્યૂઝ વધતા ગયા એટલે યુઝરે એ તરત ડિલીટ કરી નાખ્યા હતા. જોકે ત્યારે મોડું થઈ ગયું હતું, કારણકે ફૅન્સે એના સ્ક્રીનશૉટ લઈ લીધા હતા અને આ તસવીરો વાઇરલ થઈ ચૂકી છે.