Thu Apr 23 2026

Logo

હાર્દિકને આઇપીએલ ઉપરાંત બીજું શેનું `ટેન્શન' છે?

2026-04-04 22:35:19
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ શનિવારે પાટનગરમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ અસ્વસ્થતાને કારણે ગુમાવનાર મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આઇપીએલ માટે દિવસ-રાત તનતોડ મહેનત કરી હતી, મોડી રાત સુધી વાનખેડે સ્ટેડિયમમાં માળીઓના સાથ-સહકારથી પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ હવે આઇપીએલમાં અધવચ્ચે જ તે કદાચ બીજા એક માનસિક બોજ મહેસૂસ કરી રહ્યો હોવાનું મનાય છે.

કહેવાય છે કે તે ચાર મહિનાથી જે પ્રૅક્ટિસ કરી રહ્યો છે એ પાછળનો ઉદ્દેશ ભાવિ વન-ડે (ODI) મૅચોમાં પૂરી 10 ઓવર બોલિંગ કરવા માટે ફુલ્લી ફિટ રહેવાનો પણ છે. તેણે સિલેક્ટરો પાસે પુરવાર કરવું પડશે કે તે વન-ડેમાં તમામ 10 ઓવર કરવા માટે ફિટ છે.

હાર્દિક (Hardik) માટે આ ખૂબ જરૂરી છે, કારણકે મે મહિનાના અંતે આઇપીએલ પૂરી થઈ જશે ત્યાર પછી ભારતીયોનું લક્ષ્ય 2027ના વન-ડે વર્લ્ડ કપ પર રહેશે.

એવું મનાય છે કે બેંગ્લૂરુ-સ્થિત બીસીસીઆઇની ઍકેડેમીએ હાર્દિકને વન-ડેમાં પૂરી 10 ઓવર બોલિંગ કરવાની તેનામાં રાબેતા મુજબની ક્ષમતા હોવાનું સર્ટિફિકેટ હજી આપ્યું નથી. બોર્ડ તેને ગમે એમ કરીને ઑક્ટોબર 2027ના વન-ડે વર્લ્ડ કપ માટે ફિટ રાખવા માગે છે.