Mon Apr 27 2026

Logo

હાર્દિક પંડ્યાએ પૂર્વ પત્ની અને દીકરા અગસ્ત્યને આપી ₹4 કરોડની SUV કાર ભેટ આપી

2026-02-22 15:13:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે,  તેઓનો દીકરો અગસ્ત્ય નતાશા સાથે રહે છે. અલગ રહેવા છતાં હાર્દિક દીકરા અગસ્ત્યનું ધ્યાન રાખે છે. હાર્દિકે દીકરા અગસ્ત્ય અને નતાશાને કરોડોની કિંમતની SUV ભેટમાં આપી છે. 

અગસ્ત્યની ઉંમર હજુ રમકડાંથી રમવા છે, ત્યારે હાર્દિકે તેને લેન્ડ રોવર ડિફેન્ડર SUV ભેટ આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં નતાશા સ્ટેનકોવિક અગસ્ત્યની સાથે કાળા રંગની SUV કાર સાથે ઉભેલી જોવા મળે છે. કારની બંને તરફ નોટ્સ લેખેલી જોવા મળે છે, એક તરફ મિસ. નતાશા લખ્યું છે, જ્યારે બીજી નોટમાં "પપ્પા ટુ અગસ્ત્ય" લખેલું જોવા મળે છે.

અહેવાલ મુજબ આ હાઇ-એન્ડ લેન્ડ રોવર ડિફેન્ડરના વેરિઅન્ટ અને કસ્ટમાઇઝેશનને જોતાં તેની કિંમત  ₹3 થી ₹4 કરોડ હોઈ શકે છે. 

જુલાઈ 2024 માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા બાદ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઘણી વખત અગસ્ત્ય સાથે જોવા મળ્યા છે, બંને સાથે મળીને તેનું ધ્યાન રાખી રહ્યા છે.

હાલ હાર્દિક ચર્ચામાં:
નોંધનીય છે કે હાર્દિક પંડ્યા હાલ મોડેલ માહિકા શર્મા સાથે તેનાં સંબંધોને કારણે ચર્ચામાં છે, માહિકાના 25મા જન્મદિવસ પર એક ખાસ વીડિયો શેર કરીને હાર્દિકે સંબંધોને જાહેર કર્યા હતાં.  

હાર્દિક પંડ્યા હાલમાં T20 વર્લ્ડ કપ 2026 માં રમી રહ્યો છે, ભારતીય ટીમ માટે તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, તેણે નામિબિયા સામે 52 રનની ઇનિંગ રમી હતી, અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 5 વિકેટ લઇ ચુક્યો છે. આજે, હાર્દિક સુપર 8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે રમતો જોવા મળશે.