Wed Sep 09 2026

Logo

હાર્દિક દિલ્હી કૅપિટલ્સમાં જોડાઈ રહ્યો છે કે શું? ટ્રેડ-ડીલની અટકળ વધુ ઉગ્ર બની

2026-08-12 21:51:00
Author: Ajay Motiwala
હાર્દિક દિલ્હી કૅપિટલ્સમાં જોડાઈ રહ્યો છે કે શું? ટ્રેડ-ડીલની અટકળ વધુ ઉગ્ર બની

નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ (MI)થી અલગ થઈ રહ્યો હોવાના અહેવાલ વચ્ચે થોડા દિવસ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સાથે ખૂબ ચર્ચામાં હતું અને ત્યાં સુધી કહેવાતું હતું કે સીએસકેનું ફ્રૅન્ચાઇઝી તેને મેળવવા 20 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ થોડા દિવસથી ગુજરાત ટાઇટન્સ સાથે નામ ચર્ચામાં રહ્યા પછી હવે કહેવાય છે કે હાર્દિક દિલ્હી કૅપિટલ્સ (DC) સાથે જોડાવાની તૈયારીમાં છે.

ખાસ કરીને ડીસીની ક્રીપ્ટિક પોસ્ટને લીધે હાર્દિક (HARDIK) વિશેની ચર્ચાને નવો વળાંક મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ (જીટી) સાથેની મંત્રણા પડી ભાંગી હોવાના અહેવાલ પછી ડીસી સાથેની વાતો ઝડપથી ફેલાઈ ગઈ છે. `ભારતના બે ઑલરાઉન્ડરને લગતી ચર્ચા એકસરખી છે' એવું હાર્દિક પંડ્યા અને ડીસીની મહિલા ઑલરાઉન્ડર મિનુ મનીની તસવીર સાથેની કૅપ્શનમાં લખવામાં આવતાં ક્રિકેટપ્રેમીઓ વિચારતા થઈ ગયા છે કે હાર્દિક ઉપરાંત મિનુ મનીના ટ્રેડ-ડીલ વિશેની ચર્ચા પણ ચાલી રહી છે કે શું?

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન અક્ષર પટેલ છે. હાર્દિક હવે આ ટીમનાં જોડાઈ રહ્યો હોવાની વાત ઉગ્ર બનવા પાછળનું એક કારણ એ મનાય છે કે હાર્દિકને કોઈને કોઈ ટીમના કૅપ્ટન જ બનવું છે એટલે તે દિલ્હીની ટીમમાં જોડાઈ જશે તો નવાઈ નહીં લાગે.

2027ની આઇપીએલને હજી ઘણા મહિના બાકી છે ત્યારે ચર્ચા એવી પણ છે કે શું તે મુંબઈની ટીમ સાથે જોડાયેલો રહેશે કે પછી દિલ્હી કે અન્ય કોઈ ટીમ સાથે જોડાઈ જશે.