Fri Sep 04 2026

Logo

હજ યાત્રાના ભાડામાં ₹10,000નો વધારો! વિપક્ષે વિરોધ ઉઠાવ્યો, જાણો શું છે કારણ

2026-05-01 14:52:00
Author: Savan Zalariya
હજ યાત્રાના ભાડામાં ₹10,000નો વધારો! વિપક્ષે વિરોધ ઉઠાવ્યો,  જાણો શું છે કારણ

નવી દિલ્હી: લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળની હજ સમિતિએ હજ માટેના વિમાન ભાડામાં રૂ. 10,000 નો વધારો કર્યો છે, જેને કારણે યાત્રાળુઓમાં રોષ ફેલાયો છે, વિપક્ષ તરફથી આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. હજ સમિતિના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેને કારણે આ ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ યુએસ અને ઇઝરાયલે ઈરાન હુમલા શરુ કર્યા બાદ વૈશ્વિક સ્તરે ATF ના ભાવ બમણા થઈ ગયા છે. એરલાઇનના ઓપરેશન કોસ્ટના 30-40% માત્ર ATFનો ખર્ચ હોય છે. ATFના ભાવમાં આ વધારાથી ઘણી એરલાઇન્સના ઓપરેશન કોસ્ટમાં ભારે વધરો નોંધાયો છે.  
હજ સમિતિએ એક પરિપત્ર બજાર પાડીને જણાવ્યું, "સુધારેલા હવાઈ ભાડામાં મુજબ યાત્રાળુએ કોઈપણ સ્થળ પર જવા માટે  પ્રતિ વ્યક્તિ 100 ડોલરની વધારાની રકમ ચૂકવવાની રહેશે." 

સમિતિએ જણાવ્યું કે યાત્રાળુઓએ 15 મે સુધીમાં ડિફરન્શિયલ એર ફેર પેટે 10,000 રૂપિયા જમા કરાવવા પડશે.

ઓવૈસીએ વાંધો ઉઠાવ્યો:
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રને મંત્રાલયને આ પરિપત્ર રદ કરવા માંગ કરી છે, તેમણે વધારાના 10,000 રૂપિયાને શોષણ ગણાવ્યું છે.

X પરની એક પોસ્ટમાં અસાદુદ્દીન ઓવૈસીએ લખ્યું, "મુંબઈ એમ્બાર્કેશન પોઈન્ટથી પ્રસ્થાન કરવાના  મહિના પહેલા દરેક યાત્રાળુ પાસેથી 90,844 રૂપિયા વસૂલવામાં આવ્યા છે, છતાં આ રકમ ચુકવવાનું કહેવામાં આવ્યું છે  શું હજ સમિતિમાંથી હજયાત્રીઓને સજા આપી રહી છે? મોટાભાગના હજયાત્રીઓ શ્રીમંત નથી હોતા; તેઓ હજ પર જવા માટે વર્ષો સુધી પૈસા બચાવે છે. આ તેમના માટે લક્ઝરી નથી." 

હજ એ સાઉદી અરેબિયાના મક્કા દર વર્ષે યોજાઈ ઇસ્લામ ધર્મની ખુબજ પવિત્ર યાત્રા છે, દર વર્ષે હજારો ભારતીયો હજ યાત્રા માટે સાઉદી અરેબિયા જાય છે.