અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સે (20 ઓવરમાં 5/168) અહીં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (14.5 ઓવરમાં 10/86)ને એના લોએસ્ટ ટોટલ પર આઉટ કરીને આ લૉ-સ્કોરિંગ મૅચમાં 82 રનથી દમદાર વિજય મેળવ્યો હતો અને પ્લે-ઑફમાં સ્થાન લગભગ મેળવી લીધું હતું. બૅટિંગ માટે પાવરહાઉસ ગણાતી હૈદરાબાદ (Hyderabad)ની ટીમમાં એકેય બૅટ્સમૅન 20 રન પણ નહોતો બનાવી શક્યો. કૅપ્ટન કમિન્સના 19 રન હાઇએસ્ટ હતા. ગુજરાત (Gujarat) 16 પૉઇન્ટ સાથે મોખરે થઈ ગયું છે, જ્યારે ઘણા દિવસ સુધી અવ્વલ રહેલું હૈદરાબાદ હવે બેંગ્લૂરુ પછી ત્રીજા સ્થાને છે.
ગુજરાતના ખેલાડીઓ કૅન્સરના રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા લેવેન્ડર ડ્રેસમાં રમ્યા હતા. ગુજરાતે બૅટિંગમાં એકંદરે નબળું પર્ફોર્મ કર્યું હતું, પણ પછીથી એના બોલર્સ અસરદાર સાબિત થયા હતા. ગુજરાતના ચાર સફળ બોલરની ઍનેલિસિસ આ મુજબ હતીઃ કૅગિસો રબાડા (4-0-28-3), જેસન હોલ્ડર (4-0-20-3), પ્રસિદ્ધ ક્રિષ્ના (3-0-23-3) અને રાશીદ ખાન (0.5-0-3-1).
BCCI
ગુજરાતે પાંચ વિકેટે 168 રન કર્યા પછી હૈદરાબાદનું ટાંય ટાંય ફિસ થઈ ગયું હતું, કારણકે એણે છ ઓવરની અંદર ફક્ત 34 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સિરાજે હૈદરાબાદને ટ્રૅવિસ હેડ (0)ની વિકેટ અપાવી ત્યાર પછી કૅગિસો રબાડા ત્રાટક્યો હતો અને તેણે ત્રણ ઓવરમાં અભિષેક શર્મા (છ રન), વિકેટકીપર ઇશાન કિશન (11 રન) અને રવિચન્દ્રન સ્મરણ (નવ રન)ને આઉટ કર્યા હતા. આઠમી ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 4/44 હતો. ત્યાર પછી પણ હૈદરાબાદની વિકેટોનું પતન અટક્યું નહોતું. 56મા રને બીજી બે વિકેટ પડી હતી અને પછી થોડી જ વારમાં હૈદરાબાદનો ખેલ ખતમ થઈ ગયો હતો. ક્લાસેન (14 રન) અને નીતીશ રેડ્ડી (બે રન) પણ હૈદરાબાદને નહોતા ઉગારી શક્યા. બન્નેને હોલ્ડરે આઉટ કર્યા હતા.
BCCI
એ પહેલાં, હૈદરાબાદે બૅટિંગ આપ્યા બાદ ગુજરાતે ખૂબ નબળી શરૂઆત કર્યા બાદ અને પહેલી 5.1 ઓવરમાં માંડ 26 રન બનાવીને બે વિકેટ ગુમાવનાર ગુજરાતે 20 ઓવરમાં પાંચ વિકેટે 168 રન બનાવ્યા છે અને બૅટિંગના પાવરહાઉસ તરીકે જાણીતી હૈદરાબાદની ટીમને જીતવા માત્ર 169 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓપનર સાઇ સુદર્શન (61 રન, 44 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) પછી વૉશિંગ્ટન સુંદરે (50 રન, 33 બૉલ, એક સિક્સર, સાત ફોર) પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. જોકે કૅપ્ટન ગિલ (પાંચ રન) અને વિકેટકીપર બટલર (સાત રન) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન પણ ન કરી શક્યો હોવાથી હૈદરાબાદને 169 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. હૈદરાબાદના પ્રફુલ્લ હિન્ગે અને સાકિબ હુસૈને બે-બે વિકેટ લીધી હતી.
બુધવારે કઈ મૅચ?
બેંગ્લૂરુ વિરુદ્ધ કોલકાતા
રાયપુર, સાંજે 7.30