તિલક વર્માની બેટિંગ અને અશ્વિન કુમારની કાતિલ બોલિંગ સામે ગુજરાત ટાઈટન્સ ૧૦૦ રનમાં જ ઓલઆઉટ
અમદાવાદ: ગુજરાત અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની આઈપીએલની આજની મેચ (30)માં ટોસ જીતીને બોલિંગ લેનાર ગુજરાત ટાઈટન્સ (GT)ને કેપ્ટન શુભમન ગિલને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. 200 રનનો સ્કોર પ્રાપ્ત કરવામાં તબક્કાવાર વિકેટ ગુમાવતા 100 રનના નજીવા સ્કોરે આખી ટીમ ઓલઆઉટ થતા શરમજનક હાર થઈ હતી, જેમાં સૌથી વધુ રન ફક્ત વોશિંગ્ટન સુંદર (26) અને શાહરુખ ખાન (17) નોંધાયા હતા. મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવવામાં તિલક વર્માની શાનદાર બેટિંગ (101* રન)ની સાથે અશ્વિન કુમાર (ઈમ્પેક્ટ બોલર)ની મજબૂત બોલિંગ (4 વિકેટ)ને કારણે ગુજરાતને ઘરઆંગણે હરાવવામાં મુંબઈને સફળતા મળી હતી.
આઇપીએલના પોઇન્ટ ટેબલમાં છેલ્લે રહેલી મુંબઈ ઇન્ડિયન્સે 199 રનનો પડકારજનક સ્કોર કરીને છઠ્ઠા ક્રમની ગુજરાત ટાઈટન્સ પર આખરે દબાણ લાવવામાં સફળતા મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 200 રનનો સ્કોર પ્રાપ્ત કરવા આવેલી ગુજરાત ટાઇટન્સે શરૂઆતમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ ઘાતક બોલિંગ કરીને પ્રભુત્વ મેળવ્યું હતું, જેના ભાગરુપે પહેલી બે વિકેટ (સાઈ સુદર્શન અને જોસ બટલર) ઝડપી હતી.

એના પછી ઇમ્પેક્ક્ટ બોલર અશ્વિન કુમારે કેપ્ટન શુભમન ગિલ (13 બોલમાં 14 રન)ને આઉટ કરીને ટીમ પર દબાણ લાવવામાં સફળ રહ્યો હતો. ઉપરાત આઠમી ઓવર મિચેલ સેન્ટનરને આપી હતી, જેને સફળતા મળી હતી. સેન્ટનરએ ગ્લેન ફિલિપ્સને કોચ એન્ડ બોલ્ડ કર્યો હતો. ચાર ઓવરના સ્પેલમાં અશ્વિન કુમારે ચાર વિકેટ ઝડપીને અમદાવાદમાં ઝળક્યો હતો.
તબક્કાવાર મુંબઈ ઈન્ડિયન્સના બોલરમાં સેન્ટનરે પણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી, જ્યારે અલ્લાહ ગઝનફરે પણ બે વિકેટ ઝડપીને મુંબઈ ઈન્ડિયન્સમાં નવું જોમ ભર્યું હતું. ગ્લેન ફિલિપ્સ વ્યક્તિગત રીતે 8 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. 8 ઓવરને અંતે ગુજરાત ટાઇટન્સ રન બનાવ્યા હતા. એના પછી વોશિંગ્ટન સુંદર (17 બોલમાં 26 રન)ને પણ આઉટ કરવામાં સફળતા મળી હતી. એના પછી દબાણ લાવવામાં મુંબઈ ઇન્ડિયન્સ સફળ રહી હતી. બારમી ઓવર અશ્વિન કુમારે લીધી હતી, જેમાં રાહુલ તિવેટિયાને વિકેટ ઝડપી હતી, જેને 11 બોલમાં 8 રન બનાવી શક્યો હતો. તિવેટિયા પછી શાહરુખ ખાનની વિકેટ પણ ઝડપી હતી.

છેલ્લી 16મી ઓવરમાં રબાડા અને સિરાજની વિકેટ ઝડપવામાં અલ્લાહ ગજનફારને સફળતા મળી હતી. ગુજરાત ટાઈટન્સ 15.5 ઓવરમાં 100 રનમાં ઓલઆઉટ થતા 99 રનથી મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીત્યું હતું. આ સિઝનની મુંબઈ ઈન્ડિયન્સને બીજી જીત મળી છે, જ્યારે આ અગાઉ સૌથી પહેલી મેચમાં જીત થઈ હતી, જ્યારે બાકી મેચ હાર થતા ટીમમાં અનેક ફેરફાર જોવા મળ્યા હતા, જેમાં રોહિત શર્મા પણ રમી શક્યો નહોતો.