Fri May 01 2026

Logo

સાઠંબામાં 24 કલાકમાં 2.13 ઇંચ કમોસમી વરસાદ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

2026-04-08 08:52:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગઈકાલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે રાજ્યમાં ચૈત્રમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ કરા પડ્યા હતા. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 49 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 2.13 ઇંચ વરસાદ પડ્યો હતો. ગાંધીનગરના માણસામાં 1.61 ઇંચ, અરવલ્લીના બાયડામાં 1.38 ઇંચ, પંચમહાલના શેહરામાં 1.30 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 1.06 ઇંચ , સાબરકાંઠાના તલોદમાં 1.02 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

આ તાલુકામાં અડધા ઇંચ સુધી કમોસમી વરસાદ

આ સિવાય હિંમતનગરમાં 0.94 ઇંચ, મોરવા (હડફ)માં 0.94 ઇંચ, મોડાસામાં 0.67 ઇંચ, ભાવનગરમાં 0.63 ઇંચ, પ્રાંતિજમાં 0.51 ઇંચ, ફતેપુરામાં 0.51 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો.

આટલા તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ

ગરબાડામાં 0.43 ઇંચ,  વિજયાનગરમાં 0.39 ઇંચ, વડાલીમાં 0.39 ઇંચ, મેઘરજમાં 0.35 ઇંચ, વિરપુરમાં 0.35 ઇંચ, વિસનગરમાં 0.28 ઇંચ, ઉમરેઠમાં 0.28 ઇંચ, ઊંઝામાં 0.24 ઇંચ, વડનગરમાં 0.24 ઇંચ,બેચરાજીમાં 0.20 ઇંચ, ઘોઘામાં 0.20 ઇંચ, લુણાવાડામાં 0.20 ઇંચ, જોટાણામાં 0.16 ઇંચ, ગોઘરામાં 0.16 ઇંચ, લીમખેડામાં 0.16 ઇંચ, જંબુસરમાં 0.16 ઇંચ, ઇડરમાં 0.12 ઇંચ, જાલોદમાં 0.12 ઇંચ, દાહોદમાં 0.12 ઇંચ, હારીજ, મહેસાણા, સોજીત્રા, ખંભાત, સંજેલી, ગોવિંદ ગુરુ લીમડી, ડેસર, આમોદ, માલપરુ, સંતરામપુરામાં 0.08 ઇંચ તથા તારાપુર, બોરસદ, નડિયાદ, સુખસર, કરજણ, ધનસુરામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ પ્રમાણે, આજે બપોર બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે. બપોરે ત્રણ વાગ્યા સુધી માવઠાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દમણમાં કમોસમી વરસાદ થઈ શકે છે.  મહત્તમ તાપમાનમાં આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં  11થી 13મી તારીખ સુધીમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એટલે કે આજથી ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.