Fri Sep 11 2026

Logo

પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, લેખિત પરીક્ષા ક્યારે યોજાશે?

2026-04-02 20:16:34
Author: Vimal Prajapati
પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, લેખિત પરીક્ષા ક્યારે યોજાશે?

અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શારીરિક કસોટીનું પરિણામ આવી ગયું છે. પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ શારીરિક કસોટીમાં કુલ  2,63,354 જેટલા ઉમેદવારો પાસ થયા છે. આ ઉમેદવારોમાં કુલ 1,73,112 પુરૂષ ઉમેદવારો, 89,405 મહિલા ઉમેદવારો અને 827 જેટલા માજી સૈનિકો પાસ થયાં છે. 

10 લાખ ઉમેદવારોએ દોડમાં ભાગ લીધો હતો

આ ભરતી પ્રક્રિયામાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ ઉમેદવારો દોડમાં ભાગ લીધો હતો. આ પરિણામ જાહેરત થતા હવે પાસ થયેલા ઉમેદાવારોને આગામી લેખિત પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દેવાની છે. ભરતી બોર્ડ દ્વારા અત્યારે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ, મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં છે. જેમાં પાસ થયેલા ઉમેદવારો પોતાનું નામ જોઈ શકશે. 

ઉમેદવારોના નામ જોવા માટે અહીં ક્લિક કરો

આગામી 14 જૂને લેખિત પરીક્ષા યોજાશે

મળતી વિગતો પ્રમાણે લોકરક્ષક ભરતીમાં પાસ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા તારીખ 14 જૂન, 2026ને રવિવારના રોજ યોજાશે. ઉમેદવારોને સમયસર તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. એટલે હવે આ ઉમેદવારો પાસે તૈયારી કરવા માટે હવે માત્ર બે મહિનાનો સમય રહ્યો છે.