Sat Sep 12 2026

Logo

3 મહિનાથી મોટા બાળકને દત્તક લેનારી મહિલાઓને મેટરનિટી લીવ આપવાનો ઈનકાર કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

2026-03-17 14:58:00
Author: Mayur Patel
3 મહિનાથી મોટા બાળકને દત્તક લેનારી મહિલાઓને મેટરનિટી લીવ આપવાનો ઈનકાર કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વધુ એક મોટો ચુકાદો આપ્યો હતો. બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મેટરનિટી લીવ આપવાથી ના પાડી શકાય નહીં. બાળકને દત્તક લેનારી માતાને પણ સમાન માતૃત્વ લાભ મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટરનિટી લીવ લાવવાનું વિચારી રહી છે ત્યારે માતૃત્વ સંરક્ષણને લઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક મૌલિક માનવાધિકાર છે. 

કોર્ટે કરી મહત્ત્વની ટિપ્પણી
કોર્ટે કહ્યું કે ત્રણ મહિનાથી મોટા બાળકને દત્તક લેનારી મહિલાને મેટરનિટી લીવ આપવાથી ઈનકાર કરી શકાય નહીં. દત્તક લીધેલું બાળક જૈવિક બાળકોથી અલગ નથી હોતું. રિપ્રોડક્ટિવ ઑટોનૉમીનો અધિકાર માત્ર બાયોલોજિકલ રિપ્રોડક્શન પૂરતો જ મર્યાદિત નથી. અમે દત્તક લેનારી માતા અને જૈવિક માતા વચ્ચે પણ અંતર નથી માનતા, પરંતુ કેટલાક સવાલોનો જવાબ આપતી વખતે આ એક્ટનો હેતુ પણ જોવો જોઈએ.


કોર્ટે કહ્યું કે, 2020ના સોશિયલ સિક્યોરિટી કોડની કલમ 60(4)માં કહેવામાં આવ્યું હતું કે, માત્ર ત્રણ મહિનાથી નાના બાળકોને દત્તક લેવા પર જ મેટરનિટી લીવ મળશે, જે બંધારણની કલમ 14 અને 21ની વિરુદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પેટરનિટી લીવને પણ સામાજિક સુરક્ષાનો હિસ્સો ગણવાનો કાયદો બનાવવામાં આવે તે માટે કેન્દ્ર સરકારને સૂચન કરશે. 

 

સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે, મેટરનિટી લીવ માનવાધિકારો માટે એક મહત્ત્વની બાબત છે. જૈવિક માતા અને દત્તક લેનારી માતા એક જ ક્રમે ન હોય તેની સાથે અમે સહમત છીએ. કોર્ટે 2021માં દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપ્યો હતો, જેમાં મેટરનિટી બેનિફિટ (અમેંડમેંટ) એક્ટ 2017ના સેક્શન 5(4)ને પડકારવામાં આવ્યા હતા, જે અનુસાર બાળક દત્તક લેતી નોકરિયાત મહિલાને પણ 12 સપ્તાહની રજાની જોગવાઈ છે. 

જોકે બાળક ત્રણ મહિના કે તેનાથી ઓછી ઉંમરનું હોય તો જ મેટરનિટી લીવ મળે છે. જેના પર 12 નવેમ્બર 2024ના રોજ કોર્ટે કેન્દ્રને નોટિસ આપી હતી. જનહિતની અરજી દાખલ કરનારી મહિલાએ બે બાળકો દત્તક લીધા હતા.

ગત વર્ષે નવેમ્બરમાં ચાર લેબર કોડ્સ લાવવામાં આવ્યા હતા જેમાં તેમામ લેબર લૉને સામેલ કરવામાં આવ્યા હતા. સોશિયલ સિક્યોરિટી કોડમાં મેટરનિટી લીવ સાથે જોડાયેલી જોગવાઈ છે અને બાળક દત્તક લેનારી મહિલાઓ માટે મેટરનિટી લીવને લઈ પહેલા જેવી જ વ્યવસ્થા છે.