Mon Jul 27 2026

Logo

સોનાએ 20 વર્ષમાં રોકાણકારોએ આપ્યું 15 ગણું વળતર, જાણો વિગતે

2026-05-21 18:23:27
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દેશમાં રોકાણ માટે  અસંખ્ય વિકલ્પો હોવા છતાં રોકાણકારો માટે સોનું  વળતરની દ્રષ્ટિએ સૌથી વધુ વળતર આપનારું રોકાણ રહ્યું છે. આ અંગે પ્રકાશમાં આવેલા આંકડા મુજબ છેલ્લા 20 વર્ષમાં સોનાએ રોકાણકારોને 15 ગણું વળતર આપ્યું છે. 

સોનાના રોકાણકારના રૂપિયા 1 લાખ  રૂપિયા 15 લાખથી વધુ થયા

આ અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા 20 વર્ષમાં સોનાએ 14.6 ટકા નું  વાર્ષિક વળતર આપ્યું છે. જેમાં રોકાણકારના રૂપિયા 1 લાખ  રૂપિયા 15 લાખથી વધુ થયા છે.  સોનામાં આ નોંધપાત્ર ઉછાળો હોવા છતાં અમેરિકન શેરબજારમાં 15.2 ટકા વાર્ષિક વળતર મળે છે.  જ્યારે ભારતીય શેરબજારમા છેલ્લા 35 વર્ષોમાં રૂપિયા 1 લાખના  રૂપિયા 85 લાખ થયા છે. જે 13.2 ટકા વાર્ષિક  વળતર આપે છે.

રિયલ એસ્ટેટે 15 અને 20 વર્ષમાં 5.6 ટકા અને 7.9 ટકા વળતર આપ્યું 

જ્યારે આ બધાની સરખામણીમાં  રિયલ એસ્ટેટે 15 અને 20 વર્ષમાં 5.6 ટકા અને 7.9 ટકા વળતર આપ્યું હતું, જ્યારે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સે સમાન સમયગાળા દરમિયાન 7.5 ટકા  અને 7.6 ટકા  ની વચ્ચે વળતર આપ્યું હતું. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ એ કંપનીનું લોન ફંડ છે. જે ઇસ્યુ કરનાર કંપની રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દર આપે છે.  

શેરબજારના  વિવિધ સેગમેન્ટ્સમાં સારું વળતર 

જ્યારે ભારતીય શેરબજારના  વિવિધ સેગમેન્ટ્સ - લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને ફ્લેક્સી કેપની સરખામણી કરતી વખતે એ સ્પષ્ટ થાય છે કે જ્યારે બધી કેટેગરીઓએ લાંબા ગાળે સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇક્વિટીએ સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. જેમાં ખાસ કરીને છેલ્લા 20 વર્ષોમાં વધુ વળતર આપ્યું છે.