ગ્લાસગોઃ ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સરોએ રિંગમાં પોતાના દમદાર પ્રદર્શનથી નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતીય બોક્સિંગ ટીમે આ વખતે ગોલ્ડ મેડલ સહિત પોતાના રમતના ઈતિહાસનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. જોકે, રિંગમાં વિજય ડંકો વગાડ્યા બાદ ગ્લાસગોની એક જાણીતી ભારતીય રેસ્ટોરન્ટમાં બનેલી ઘટનાએ વિવાદ ઊભો કર્યો છે.
રેસ્ટોરન્ટના નેપકિન પર ભારતનો અધૂરો નકશો?
બોક્સિંગ સ્પર્ધાઓ પૂરી થયા બાદ ભારતીય ખેલાડીઓ ગ્લાસગોની પ્રખ્યાત રેસ્ટોરન્ટ 'મિસ્ટર સિંગ્સ ઈન્ડિયા' (Mister Singh's India) ખાતે ડિનર માટે પહોંચ્યા હતા. પરંતુ ટેબલ પર મૂકેલા નેપકિન પર નજર પડતાં જ ઉજવણીનો માહોલ ગંભીર બની ગયો હતો. આસામથી આવતી લવલીના બોરગોહેનનું ધ્યાન ગયું કે નેપકિન પર છાપેલા ભારતના નકશામાંથી ઉત્તર-પૂર્વ (North East) નો આખો ભાગ ગાયબ હતો. આ ગંભીર બેદરકારી સામે લવલીનાએ તાત્કાલિક પોતાનો આકરો વાંધો નોંધાવ્યો છે, જેની અત્યારે ચર્ચા થઈ રહી છે.
ग्लासगो के एक भारतीय रेस्टोरेंट में कॉमनवेल्थ गेम्स में हिस्सा लेने वाले भारतीय एथलीट्स के लिए डिनर आयोजित करने के बाद विवाद खड़ा हो गया है। बॉक्सर लवलीना बोरगोहेन ने रेस्टोरेंट के नैपकिन पर छपे भारत के नक्शे पर आपत्ति जताई और कहा कि इसमें नॉर्थ-ईस्ट क्षेत्र को शामिल नहीं किया… pic.twitter.com/Sv8iDPDNSH
— IANS Hindi (@IANSKhabar) August 2, 2026
લવલીના બોરગોહેને પોતાનો વિરોધ નોંધાયો
લવલીના બોરગોહેનના જણાવ્યાં પ્રમાણે, રેસ્ટોરન્ટના નેપકિન પર છપાયેલા નકશામાંથી આપણાં દેશનો પૂર્વોત્તર ભાગ સૂંપૂર્ણ રીતે ગાયબ છે. ભારતનો દરેક ભાગ અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક જગ્યાએ દેશનો સાચો અને સંપૂર્ણ નકશો જ દર્શાવવો જોઈએ. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) પણ પોતાનું સમર્નથ આપ્યું છે. આ મામલે લવલીનાના આ સ્ટેન્ડને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) ના પ્રમુખ અજય સિંહે પણ ખુલ્લેઆમ ટેકો આપ્યો છે.
વિદેશની ધરતી પર ભારતની સંસ્કતિને ખંડિત કરી
BFI પ્રમુખ અજય સિંહે કહ્યું કે, ભારતના આ નકશામાં માત્ર નૉર્થ-ઈસ્ટ જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરને પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું નહોતું. BFI એ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ પાસે તાત્કાલિક તે નેપકિન હટાવવાની અને સાચો નકશો છાપવાની માંગણી કરતા સ્પષ્ટ કર્યું કે, વિદેશની ધરતી પર ભારતની સંસ્કૃતિ કે ઓળખ સાથે જોડાયેલા કોઈપણ સ્થળે દેશની અખંડિતતા સાથે જોડાયેલી આવી મોટી ભૂલ સહન કરી શકાય નહીં. આ મામલે સત્વરે પગલા લેવામાં આવવા જોઈએ.
લવલીના બોરગોહેને મેડલ પૂરપીડિતોને સમર્પિત કર્યો
ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ અને આસામની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને મહિલાઓના 75 કિગ્રા વર્ગમાં પોતાના કરિયરનો પ્રથમ કોમનવેલ્થ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ ચૂકી જવાનો થોડો અફસોસ વ્યક્ત કરતા લવલીનાએ સમગ્ર ભારતીય બોક્સિંગ ટીમની પ્રશંસા કરી હતી. તેણે પોતાની આ સફળતા આસામના પૂરપીડિતોને સમર્પિત કરી હતી અને આગામી એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.