Thu Oct 01 2026

Logo

હાર્દિક પંડ્યાના કમબેકને લઈ ગૌતમ ગંભીરે કરી મોટી વાતઃ કહ્યું, 10 ઓવર પણ ફેંકી શકતો નથી...

2026-09-18 16:06:20
Author: Mumbai Samachar Team
હાર્દિક પંડ્યાના કમબેકને લઈ ગૌતમ ગંભીરે કરી મોટી વાતઃ કહ્યું, 10 ઓવર પણ ફેંકી શકતો નથી...

BCCI


નવી દિલ્હીઃ માર્ચ 2026 બાદ હાર્દિક પંડ્યાએ એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. IPL 2026માં પણ તે કોઈ જ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. હાલમાં પણ તે ફીટ છે કે નહીં તેને લઈને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મહત્ત્વની સ્પષ્ટતા કરી દીધી છે. દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચની ટુર્નામેન્ટ T20 સીરીઝ બાદ હાર્દિક પંડ્યાને લઈ વાત કહી છે. કોચે જણાવ્યું હતું કે હાર્દિક અત્યાર સુધી શા માટે ટીમની બાહર હતો એમ પણ કહ્યું તેમ જ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ખેલાડીને કોઈ ઊતાવળથી ટીમમાં લાવવા માગતા નથી એવી પણ ચોખવટ કરી.

10 ઓવર પણ ફેંકી શકતો નથી
એને સંપૂર્ણ રીતે ફીટ રહેવા માટે પૂરતો સમય આપવામાં આવશે એવી ચોખવટ કરી હતી. હાર્દિક પંડ્યાની પસંદગી ભારતીય ક્રિકેટ ટીમની એ ટીમમાં પસંદગી થઈ છે. હવે ઓસ્ટ્રેલિયા સામે યોજાનારી ટુર્નામેન્ટમાં તે જોવા મળી શકે છે. કોચનું માનવામાં આવે તો વન ડે મેચને ધ્યાન રાખી તે હાલમાં સંપૂર્ણ રીતે ફીટ નથી. 10 ઓવર પણ ફેંકી શકતો નથી અને સતત રમી પણ શકતો નથી. હાર્દિક હાલમાં દસ ઓવર પણ ફેંકી શકતો નથી.

IPL ટુર્નામેન્ટ બાદ તે વધારે પડતું ક્રિકેટ રમી રહ્યો નથી. આ માટે જ તેને અમે કોઈ ઈન્ટરનેશનલ મેચમાં મોકલવા માગતા નથી. કારણ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ શરીર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે જો તે ઈન્ડિયાની એ ટીમમાંથી રમે છે તો ગેમ-ટાઈમ પણ મળશે અને એને એક ક્લિયર મેસેજ પણ મળશે. આ ટુર્નામેન્ટમાં તે સરળતાથી રમી શકે તો આગામી દિવસોમાં તે T20s-ODI પણ રમી શકે છે. 

નીતીશનું દમદાર કમબેક
હાર્દિક અનફિટ હોવાના કારણે નીતીશ રેડ્ડીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે, તેને એશિયન ગેમ્સ માટે રવાના નથી કરાયો. વેસ્ટઈન્ડિઝની સામે વન ડે સિરીઝમાં રમવા માટે સામેલ કરાશે. નીતીશને ગંભીર ઈજા થઈ હતી. ઈજા બાદ પણ તેણે કમબેક કર્યું છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે એક વિકેટ પણ ખેરવી ન હતી. પણ એ પછીની મેચમાં 6 વિકેટ પાડી દીધી હતી. 

બીજા મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લઈ ગયો હતો. કોચે કહ્યું કે, નિતીશ અંગે કહીએ તો એના માટે આ સારી તક છે. T20માંથી તેને હટાવી દેવામાં આવ્યો છે. હવે તેને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાનો મોકો મળશે. સાઉથ આફ્રિકા જઈશું એ સમયે હાર્દિકને અજમાવીશું. આશા છે કે તે સારૂ રમીને બતાવશે. ક્યારેક અમે એક ટીમમાંથી રમી રહ્યા હતા. હકીકત એ છે કે, આજે ગંભીર કોચ છે અને હાર્દિક પ્લેયર.