Mon Oct 05 2026

Logo

Valentine's day નહીં પણ 'એન્ટી વેલેન્ટાઈ ડે'ની થઈ રહી છે ઉજવણી, જાણો શું છે આ મોર્ડન યુવતીઓનો 'ગેલેન્ટાઈન ડે'?

2026-02-14 11:10:00
Author: Tejas RajPara
Valentine's day નહીં પણ 'એન્ટી વેલેન્ટાઈ ડે'ની થઈ રહી છે ઉજવણી, જાણો શું છે આ મોર્ડન યુવતીઓનો 'ગેલેન્ટાઈન ડે'?

ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિનો, પણ આ વર્ષે ફિઝિકલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર રોમેન્ટિક સંબંધોની સાથે સાથે 'ગેલેન્ટાઈન ડે' (Galentine's Day) નો જોરદાર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઈન ડે ના બરાબર એક દિવસ પહેલા, એટલે કે 13 ફેબ્રુઆરીએ ઉજવાતો આ દિવસ ખાસ કરીને સ્ત્રી મિત્રો માટે છે. જે યુવતીઓ સિંગલ છે અથવા માત્ર રોમાંસની ઝંઝટથી દૂર રહીને પોતાની સખીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગે છે, તેમના માટે આ દિવસ એક નવી જ ઉર્જા લઈને આવે છે.

શું છે ‘એન્ટિ-વેલેન્ટાઈન’ અને ગેલેન્ટાઈનનો ક્રેઝ?
આજકાલ 'એન્ટિ-વેલેન્ટાઈન ડે' નો ક્રેઝ ઘણો વધ્યો છે. જેમના બ્રેકઅપ થયા છે કે જેઓ લગ્ન અને સંબંધોના બંધનથી મુક્ત છે, તેઓ પરંપરાગત લાલ ગુલાબના સ્થાને કાળા ગુલાબ અને કલાત્મક પાર્ટીઓનું આયોજન કરે છે. અહીં કેન્ડલ લાઈટ ડિનરના સ્થાને લાઉડ મ્યુઝિક, ફ્રીડમ સોન્ગ અને બેફિકર ડાન્સ જોવા મળે છે. ઘણી યુવતીઓ આ દિવસે જૂની ભેટો કે ભૂતકાળની યાદોને તિલાંજલિ આપીને પોતાની જાત સાથે નવી શરૂઆત કરે છે. તે માત્ર એક પાર્ટી નથી, પણ પોતાની ઓળખને ફરીથી જીવંત કરવાનો ઉત્સવ છે.

ટીવી શો માંથી મળેલો અનોખો આઈડિયા
તમને જાણીને નવાઈ લાગશે કે 'ગેલેન્ટાઈન ડે' કોઈ વર્ષો જૂની પરંપરા નથી. આ વિચાર વર્ષ 2010 માં એક જાણીતા અમેરિકન કોમેડી શો માંથી આવ્યો હતો. શો ના મુખ્ય પાત્રએ પોતાની મહિલા મિત્રો માટે 13 ફેબ્રુઆરીએ એક ખાસ બ્રેકફાસ્ટ પાર્ટી આપી હતી અને તેને ‘ગેલેન્ટાઈન ડે’ નામ આપ્યું હતું. સોશિયલ મીડિયાના યુગમાં આ કોન્સેપ્ટ એટલો વાયરલ થયો કે હવે તે આખી દુનિયામાં એક ટ્રેન્ડ બની ગયો છે. ખાસ કરીને એવી યુવતીઓ માટે કે જેઓ માને છે કે જીવન જીવવા માટે માત્ર પાર્ટનર જ હોવો જરૂરી નથી.

સિંગલ હોવાના અહેસાસની શાનદાર ઉજવણી
વેલેન્ટાઈન ડે નજીક આવતા જ સમાજમાં એવી ધારણા બંધાય છે કે જો તમે રિલેશનશિપમાં નથી તો તમારી પાસે કશુંક ખૂટે છે. આ માનસિકતાને બદલવા માટે જ 'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન શરૂ થયું છે. આ દિવસે યુવતીઓ એકબીજાને ભેટ આપે છે, મનોરંજક રમતો રમે છે અને સાબિત કરે છે કે મિત્રતા એ વિશ્વનો સૌથી મજબૂત અને પવિત્ર સંબંધ છે. રોમેન્ટિક લવ કરતાં પણ જે મિત્રતાનો બોન્ડ વધુ મહત્વનો છે, તે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.