Fri Jun 19 2026

Logo

મજૂરના દીકરાએ ડેબ્યૂ મેચમાં જ ચેન્નઈ વિરુદ્ધ મચાવ્યો તરખાટ, જાણો કોણ છે બ્રિજેશ શર્મા?

2026-03-31 12:59:00
Author: MayurKumar Patel
Article Image

શ્રીનગરઃ આઈપીએલ 2026માં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં રાજસ્થાને 8 વિકેટથી જીત હાંસલ કરી હતી. તેણે 15 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી, તેમ છતાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેના બદલે બ્રિજેશ શર્માને પ્લેયર ઓફ ઘ મેચથી નવાજવામાં આવ્યો હતો. જે બાદ તે કોણે છે તેની ચર્ચા શરૂ થઈ છે.

જાણો કોણ છે બ્રિજેશ શર્મા

ગુવાહાટીમાં રમાયેલા મુકાબલામાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. બ્રિજેશે આઈપીએલ 2026માં આ મેચથી ડેબ્યૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી આવતા 27 વર્ષીય બ્રિજેશ શર્માએ કેપ્ટન રિપાયન પરાગના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો અને ઘાતક બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. તેની લાઈન લેન્થ અને ધારદાર બોલિંગ તમામને ચોંકાવ્યા હતા.

30 લાખમાં કરારબદ્ધ કર્યો હતો

તે એક અનકેપ્ડ રાઈટ આર્મ પેસર છે. આઈપીએલ 2026 ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેને બેસ પ્રાઈઝ 30 લાખમાં કરારબદ્ધ કર્યો હતો. પસંદગી સમય સુધી બ્રિજેશ શર્માએ પ્રોફેશનલ ક્રિકેટ રમ્યો નહોતો. આ સ્થિતિમાં રાજસ્થાન પર તેનો દાવ લગાવવો તેની ક્ષમતા દર્શાવે છે. 2025માં બેંગાલ પ્રો ટી20 લીગમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. માલદા શમશેર્સ તરફથી રમતા બ્રિજેશે 7 મેચમાં 11 વિકેટ લીધી હતી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. તે હાલ બંગાળ ક્રિકેટ એસોસિએશન તરફથી રમી રહ્યો છે.

પિતા કરે છે  મજૂરી

તે પહેલા જમ્મુની સ્ટેટ ટીમનો હિસ્સો હતો પરંતુ બાદમાં તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ તેણે આકરી મહેનત કરી. દિલ્હીની યુનિક સ્પોર્ટ્સ ક્લબની ટ્રેનિંગથી તેના કરિયરને નવી દિશા મળી હતી.  બ્રિજેશ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા મજૂરી કરે છે અને સંઘર્ષના દિવસોમાં પરિવાર અને મિત્રોએ સાથ આપ્યો હતો.

તેણે કહ્યું કે, મારી આ સફર ઘણી ઉતાર-ચઢાવ વાળી રહી છે. મેં અનુશાસન અને હાઈલેવલ ક્રિકેટ રમવા માટે જરૂરી ચીજો અંગે ઘણું શીખ્યું છે. મારા પિતાની મહેનત રંગ લાવી છે. મારા મિત્રોએ આર્થિક અને ભાવનાત્મક રીતે મારો સાથ આપ્યો છે. તેમને મારા પર ભરોસો હતો.