Sun Oct 11 2026

Logo

વેબપેજ બનાવવું હવે બન્યું છે સરળ  એકથી એક ચડિયાતી સર્વિસ આપે છે વેબસાઇટ

2026-10-11 08:44:00
Author: Viral Rathod
વેબપેજ બનાવવું હવે બન્યું છે સરળ  એકથી એક ચડિયાતી સર્વિસ આપે છે વેબસાઇટ

 

 

 

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

 

અભિવ્યક્ત થવા માટે અનેક પ્લૅટફૉર્મ છે. કહેવા માટેની સ્પેસ બધાને જોઈતી હોય છે. ફૉર્મેટ કોઈપણ હોય,  પણ એક સામગ્રી ચોક્કસ વર્ગના લોકો સુધી પહોંચાડવા માટે પણ અનેક લોકો મહેનત કરતા હોય છે. વીડિયો ફૉર્મેટ જ્યારે આટલું બધુ પૉપ્યુલર ન હતું એવા સમયે ટૅક્સ મેસેજ અને વેબસાઇટનો ટ્રેન્ડ હતો. વેબસાઇટની આખી ડિરેક્ટરી હજુ પણ કેટલાક લોકોએ ગૂગલ ડૉક્સમાં સેવ કરી રાખી હશે. એમાં પણ કૅટેગરી આધારિત વેબસાઇટ સેવ થતા જલસો પડી જતો. ઍપ્લિકેશનની માર્કેટમાં શૅરબજાર જેવી તેજી ભલે જોવા મળે, પણ વેબસાઇટ તો ફિક્સ સ્ટૉક અને અસેટ્સ જેવી છે. હજું પણ તે આઉટડેટેડ નથી. વિષયવસ્તુનું જ્ઞાન હોય, નોટ્સ બનાવવી હોય, કોઈ યાદગાર અનુભવ પર કલમ ચલાવવી હોય, પ્રવાસવર્ણન લખતાં આવડતું હોય કે વાર્તા કે કવિતા લખવા માટેની સરસ શૈલી હોય તો વેબસાઇટ ઉત્તમ માધ્યમ છે.

 

  ઍપ્લિકેશન જેટલું ભલે તે પૉપ્યુલર નથી, પણ દેશમાં વેબસાઇટના વ્યૂઅર્સ કરતાં મોબાઇલ ધારકોની સંખ્યા કરોડોમાં છે. એમાં પણ પહેલાં જોવાય છે વેબસાઇટ જ. ઍપ્લિકેશન એક્સેસ તો પછી થાય છે. માર્કેટમાં એવી પણ ઍપ્લિકેશન છે જે એક જ વિષયને લઈ જુદાં-જુદાં પ્લૅટફૉર્મ આપે છે, જેમ કે ગેમ્સ માટે પોકી.કોમ. હવે ફઈંના રૉકેટગતિ એ દોડતા ડિજિટલ યુગમાં ઘણી એવી ફ્રી કંપનીઓ છે જે ફ્રીમાં વેબપેજ બનાવવા આપે છે, એ તૈયાર કરવા માટે પણ તમારા ડેટા સાથે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજના કોડિંગની પણ જરૂર નથી.

 

આવું બને કેવી રીતે?: ડેટાનું સરસ ક્લેક્શન હોય અને વિષય વૈવિધ્ય હોય તો ઘણીય વેબસાઇટ છે જે ફ્રી સર્વિસ આપે છે અને વેબપેજ બનાવવા માટે એકથી એક ચડિયાતી થીમ આપે છે. જાણે કોઈ પ્રોફેશનલ વેબસાઇટ બનાવી દીધી હોય અને એમાંથી એક પાનું એક્સેસ કરી રહ્યા હોવ. ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ગ્રાફિક્સ ડિઝાઇનર્સ (ફઈં આવતાં હવે શેરી શેરીએ ડિઝાઈનર્સ છે), પોર્ટફોલિયો રાઇટર્સ, ન્યૂઝ એનાલિસ્ટ, શિક્ષણવિદ, ઇતિહાસકાર, સંગીતકાર, ગીતકાર, ગઝલકાર, કવ્વાલીથી લઈને કૉલેજના સ્ટુડન્ટ સુધી સૌ કોઈને આવું કંઈક કરવું હોય છે જે એક લિંક ક્લિક કરતા એમનો આખો ચિત્તાર આપી દે. વીકિપીડિયા પર પાનાં બનાવવા શક્ય નથી. સેલિબ્રિટી જેવી ફિલ બધાને જોઈતી એ પણ સુરક્ષા સાથે. આ માટે જ આવી સર્વિસ કામ છે. પહેલા ક્રમે છે. વિક્સ (ઠશડ્ઢ) લૉગઇન કરો ને મચી પડો, વિક્સના ડોમેઇન પર ભલે તમારો ડેટા શૅર થાય, પણ વ્યૂઅર્સ દમદાર આપશે. રીયલટાઈમ મૅનેજમેન્ટ સિસ્ટમ ફ્રીમાં એક્સેસ કરવા દેશે. એકથી એક બેસ્ટ ટુલ્સ છે. ઈઝી છે. ડ્રેગ કરો ડ્રોપ કરો, ડેટા ભરો, લિંક જનરેટ કરો ને જલસો કરો.

 

ડેટાચોરી ન થાય?: સામાન્ય રીતે જ્યારે આવા વેબપેજીસ બને તો સૌથી પહેલાં ગૂગલ સર્ચમાં એ નથી આવતાં, આવાં પેજીસ 9થી 10 પેજ ફેરવ્યા બાદ જોવા મળે છે, પણ ડેટા સાચો હોય, થોડી એક્યુરેસી હોય, ટાઈમિંગ સાથે પોસ્ટ થતું હોય અને સરસ પ્રેઝન્ટેશન કરતાં આવડે તો ડોમેઈન માટેનું સજેશન ગૂગલ ખુદ આપશે, કારણ કે એને માહિતી જોઈએ છે અને તૈયાર કરનારને પોતાનો ડેટા, સામાન્ય રીતે જ્યારે આવી ફ્રી સર્વિસ હોય ત્યારે ડેટા ચોરી થવાનો ખાસ કોઈ ચાન્સ રહેતો નથી. મહત્ત્વનું એ છે કે એ પ્લેટફોર્મ પરથી શુું શેર કરો છો. બાઈક્સ, કાર અને અન્ય વ્હિકલ સંબંધિત પ્રાથમિક માહિતી હશે અને લોકોને સવાલ આ સંબંધિત થશે તો એપ્લિકેશન મારફત આ લિંક ગૂગલ જ ઘર ઘરમાં મોકલશે. બંન્ને પક્ષનું કામ આસાન અને અતુલ્ય તથા અતિશય સ્પીડ સાથે.

 

 સ્લાઈડ ટુ સ્લાઈ:   દૈનિક ધોરણે જીવનમાં શું બન્યું અને દરરોજ ડાયારીનું એક પાનું લખવાની આદત હોય તો બીજી વર્ક સર્વિસ બેસ્ટ છે. એનું નામ છે કેન્વા... ડિઝાઈનથી લઈ વીડિયો બનાવવા સુધી અમુક ફીચર્સને બાદ કરતાં બધું જ મફત, કેટલાકે તો શીખવામાં ને શીખવામાં જ વેબસાઈટ બનાવી લીધી. એ પણ ડોમેઈન નેમ વગરની, પણ એનાથી શું ફેર પડે છે. માહિતી સાચી, એક્યુરેટ અને એક્ઝેટ મળે તો વાંધો શું? એમાં પણ ડેટાને અંદર લખતી વખતે કે અપલોડ કરતી વખતે કોઈ પુસ્તકનો નામ સાથે સંદર્ભ મળી જાય તો સોને પે સુહાગા. આ સર્વિસનો મોટો ફાયદો એ છે લોકો તેને માત્ર જોઈ શકે છે. પબ્લિશ સરસ કરી શકે છે, પણ એકવાર બ્રોડકાસ્ટ થયા બાદ ઓન્લી રીડ ઓન્લી નેટવર્ક. ડાયરીનું પાન ફેરવો એમ અહીંયા સ્લાઈડ ફેરવો. સૌથી મોટી વાત કે મોબાઈલ સાઈટ કે ઓન્લી ફોટો બેઝ માટે બેસ્ટ ક્લેક્શન કરી રાખવું હોય તો થીમ આ બહેતરીન આપશે. લોગઈન કરો સક્વેરસ્પેસ. 

આના પરથી એકથી એક ટૂલ્સ છે. અરે સાઈટ બન્યા પછી કેવી દેખાશે એ પ્રીવ્યૂ પણ આપશે. આ સિવાય ગૂગલ સાઈટ્સ, ઝેપિયર્સ, સીપેનલ, વેબબિલ્ડર, વાવસ્લાઈડર્સ. આટલામાં સાથે પ્રોસેસ ન કરવી જોઈએ, કારણ કેસ સર્વરમાં લોડ વધે તો સિસ્ટમ ક્રેશ થઈ જાય.

 

 આઉટ ઑફ બૉક્સ

 

વેબસાઈટ ભલે ન બનાવો ,  પણ એક પાનું વ્યવસ્થિત મેઈનટેન કરી શકો તો  ‘વન પેજ લવ’  બેસ્ટ છે.