Sun Jul 26 2026

Logo

તમામને માફ કરીને જાઓ, ઈચ્છામૃત્યુ માટે જતા હરીશ રાણાનો વિડીયો તમને રડાવી દેશે

2026-03-15 20:01:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી:  ...તમામને માફ કરીને તમામની માફી માંગીને જાઓ હરીશ આ વાક્ય સાથે બ્રહ્માકુમારીના બહેને ઈચ્છામૃત્યુ માટે હરીશને અંતિમ વિદાય આપી હતી. બ્રહ્માકુમારીના બહેનોએ  આ પૂર્વે ઘરમાં રાજયોગ કરાવ્યો હતો. તેમજ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા  વાઈરલ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે  ગાઝિયાબાદના રાજ એમ્પાયરમાં રહેતા  હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા માટે  દિલ્હી એઈમ્સ જતા પૂર્વે  બ્રહ્માકુમારીઓની બહેનો  હરીશ રાણાના ઘરે ગઈ હતી.  બ્રહ્માકુમારી કેન્દ્રના પ્રભારી બીકે લવલી દીદીએ જણાવ્યું હતું કે તેમના નિવાસસ્થાને રાજયોગ ધ્યાન કરવામાં આવ્યું હતું.

હરીશના આત્માની શકિત માટે રાજયોગ કર્યો

બ્રહ્માકુમારીઓની બહેનો  હરીશના આત્માની શકિત માટે રાજયોગ કર્યો હતો. આ સમય દરમિયાન બ્રહ્મા કુમારી બહેને કહ્યું હતું કે જા, હરીશ, સમય આવી ગયો છે. તારા દુઃખની થોડી જ ક્ષણો બાકી છે. વર્ષ 2013માં  જ્યારે તું ચંદીગઢમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે તું ચોથા માળેથી પડી ગયો. ત્યારથી, તું  પલંગ પર છે. તારા માતાપિતાએ  તેર વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક તારી સંભાળ રાખી છે. પ્રિય હરીશ, સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ માટેની તારી અરજીને મંજૂરી આપી દીધી છે. 

તમારું અસ્તિત્વ જ તેમનો આનંદ, આશ્વાસન અને જીવન હતું

આ  પછી તેમણે જણાવ્યું કે, હવે, તમારી લાઇફ સપોર્ટ સિસ્ટમ એક પછી એક દુર કરવામાં આવશે. તમે તમારા દુઃખમાંથી મુક્ત થશો. તમારા માતાપિતા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.  તમારું અસ્તિત્વ જ તેમનો આનંદ, આશ્વાસન અને જીવન હતું. તમારા જવાથી થયેલા ખાલીપણાને તેઓ કેવી રીતે સહન કરશે તે વિચારીને મારું હૃદય ભારે થઈ જાય છે. તેમ છતાં  જાઓ, હરીશ  બધાને માફ કરો, અને બધા પાસેથી માફી માંગો.