નવી દિલ્હીઃ ફિન એલને દક્ષિણ આફ્રિકા સામે ગઈકાલે ટી20 વર્લ્ડકપ 2026ની પ્રથમ સેમિ ફાઈનલમાં 33 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ ઈનિંગમાં 10 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. એલનની ઈનિંગના કારણે ન્યૂઝીલેન્ડે માત્ર 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને જીત હાંસલ કરી હતી. આ ઈનિંગની સાથે તેણે કેટલાક મોટા રેકોર્ડ તોડ્યા હતા.
ટી20 વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી
33 બોલમાં સદી પૂરી કરવાની સાથે એલને ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. તેણે 2016ના ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી પૂરી કરી હતી.
ફૂલ મેમ્બર સામે T20Iની સૌથી ઝડપી સદી
ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી 27 બોલમાં લાગી છે પરંતુ આ સદી એસોસિએટ ટીમના ખેલાડીએ એસોસિએટ ટીમ સામે ફટકારી હતી. પરંતુ ફૂલ મેમ્બર ટીમ સામે સૌથી ઝડપી ફિન એલને મારી હતી. તે સિકંદર રજાની સાથે સંયુક્ત રીતે આ લિસ્ટમાં જોડાયો હતો. ઝિમ્બાબ્વેના સિકંદર રજાએ પણ 33 બોલમાં સદી ફટકારી હતી.
T20Iની ત્રીજી સૌથી ઝડપી સદી
ઓવરઓલ આ T20Iની ત્રીજી સૌથી ઝડપી હતી. સૌથી ઝડપી સદી 27 બોલમાં અને બીજી સદી 29 બોલમાં ફટકારી હતી. એલન ત્રીજા નંબરે છે. એલન ઉપરાંત 33 બોલમાં નામીબિયાના જેન નિકોલ લૉફ્ટી ઈટન અને ઝિમ્બાબ્વેના સિકંદર રજાએ પણ સદી ફટકારી છે.
ટી20 વર્લ્ડકપ નોટઆઉટમાં પ્રથમ સદી
ફિન એલન ટી20 વર્લ્ડ કપ નોટઆઉટ સ્ટેજમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ પહેલા નોકઆઉટ સ્ટેજમાં સૌથી મોટા અંગત સ્કોરને રેકોર્ડ શ્રીલંકાના તિલકરત્ને દિલશાનના નામે નોંધાયેલો હતો. તેણે 2009ના ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નોટઆઉટ 96 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં પહોંચ્યું
દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીતની સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં પહોંચી ગઈ હતી. કોલકાતમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ફિન એલનની વિસ્ફોટક સદીની મદદથી 12.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો.