Thu Oct 01 2026

Logo

ઇંગ્લૅન્ડ-શ્રીલંકા મૅચને ગણતરીની મિનિટો બાકી, પ્લ્લેકેલમાં રાત્રે ખૂબ વરસાદ પડ્યો

Pallekele   2026-02-22 14:21:00
Author: Ajay Motiwala
ઇંગ્લૅન્ડ-શ્રીલંકા મૅચને ગણતરીની મિનિટો બાકી, પ્લ્લેકેલમાં રાત્રે ખૂબ વરસાદ પડ્યો

પલ્લેકેલ: શ્રીલંકાના પલ્લેકેલ શહેરમાં થોડી જ વારમાં ઇંગ્લૅન્ડ (England) અને શ્રીલંકા મૅચ માટે ટૉસ થશે અને 3.00 વાગ્યે મુકાબલો શરૂ થશે, પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે એક બૅડ ન્યૂઝ છે કે આ શહેરમાં ગઈ કાલે રાત્રે ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો. 

અત્યારે આ શહેરમાં હવામાન સારું છે. આકાશ સ્વચ્છ છે. જોકે મેઘરાજા મૅચ દરમ્યાન પરેશાન કરે તો નવાઈ નહીં.

ગઈ કાલે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડની મૅચ વરસાદને લીધે સાવ ધોવાઈ ગઈ હતી અને બંને ટીમને એક-એક પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા.

આજની બીજી સુપર એઇટ મૅચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સાંજે 7.00 વાગ્યાથી અમદાવાદમાં રમાશે.