કોલકાતા: પશ્ચિમ બંગાળમાં અગાઉ યોજાયેલી ચૂંટણીઓમાં હિંસાની ધટનાઓ બની છે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટેના મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એવામાં, ચૂંટણી પંચ (EC) એ રાજ્યમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને એક ચેતવણી આપી છે.
ચૂંટણી પંચે X પર એક પોસ્ટ કરીને લખ્યું, પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓ "ભય, હિંસા, ધાકધમકી અને પ્રલોભન" થી મુક્ત હોવી જોઈએ. ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન બૂથ કેપ્ચરિંગ, બૂથ જામિંગ અને સોર્સ જામિંગ જેવી યોગ્ય પ્રથાઓ સામે પણ ચેતવણી આપી હતી.
X પોસ્ટમાં ચૂંટણી પંચે લખ્યું, “ચૂંટણી પંચનો તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ, આ વખતે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ભય, હિંસા, ધમકીઓ, પ્રલોભનો, દરોડા અને બૂથ અને સોર્સ જામિંગથી મુક્ત રહેશે.”
બેઠકમાં થઇ હતી ઉગ્ર બોલચાલ:
TMC પ્રતિનિધિમંડળ અને ચૂંટણી પંચ વચ્ચે થયેલી બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમને સાત મિનિટ બાદ બાહર નીકળી જવા કહ્યું હતું, જ્યારે ચૂંટણી પંચે ઓ'બ્રાયન પર બૂમો પાડવાનો અને CECને બોલતા અટકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસાનો ઈતિહાસ:
છેલ્લા 20 વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે. કોલ ઓફ જસ્ટિસ ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના એક અહેવાલ મુજબ 2021 ની વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન 1,300 થી વધુ હિંસાના બનાવો, 25 લોકોના મોત અને હેરાનગતિના 7,000 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ડાબેરી મોરચાના શાસન દરમિયાન કરતા પણ ટીએમસી શાસન દરમિયાન હિંસાનું પ્રમાણ વધી ગયું છે.