Sun Sep 06 2026

Logo

આયાતી તેલમાં વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ...

2026-03-20 19:46:44
Author: Ramesh Gohil
આયાતી તેલમાં વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ...

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 12 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયન બજાર રમઝાન ઈદ નિમિત્તે બંધ રહી હતી, પરંતુ ગઈકાલે બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 84 રિંગિટ વધી આવ્યા હતા, પરંતુ ગઈકાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજાર ગૂડી પડવા નિમિત્તે બંધ રહી હોવાથી તેની બજાર પર ખાસ અસર નહોતી જોવા મળી હતી, પરંતુ આજે આયાતી તેલમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, જેમાં 10 કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. 60, સન રિફાઈન્ડમાં રૂ. 30 અને આરબીડી પામોલિનમાં રૂ. 15 વધી આવ્યા હતા. આ સિવાય મથકો પાછળ દેશી તેલમાં કપાસિયા રિફાઈન્ડ અને સરસવમાં અનુક્રમે 10 કિલોદીઠ રૂ. 45 અને રૂ. 40 વધી આવ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટાછવાયા કામકાજો થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ધોરણે જી-વનના સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે રૂ. 1575, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1460થી 1465, સોયા રિફાઈન્ડના રૂ. 1520 અને સન રિફાઈન્ડના રૂ. 1765, ઈમામીના આરબીડી પામોલિનના એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1440, એવીઆઈના સોયા રિફાઈન્ડના એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1511, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1450, સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે રૂ. 1490 અને સન રિફાઈન્ડના મે ડિલિવરી શરતે રૂ. 1725, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે રૂ. 1460 અને માર્ચ ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. 1720 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયા હતા. 

વધુમાં આજે ગુજરાતના ગોંડલ મથકે મગફળીની 2500 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1300તી 1500માં અને રાજકોટ મથકે 2000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1300થી 1480માં થયા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2750માં લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1735માં થયાના અહેવાલ હતા. આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1440 સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1730, સિંગતેલના રૂ. 1770, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1470 અને સરસવના રૂ. 1480ના મથાળે રહ્યા હતા.