Wed Sep 02 2026

Logo

ઇડીએ રૂપિયા 645 કરોડની IDFC બેંક છેતરપિંડી કેસમાં વિક્રમ વાઘવાની ધરપકડ કરી

2026-06-01 20:47:57
Author: Chandrakant Kanoja
ઇડીએ રૂપિયા 645 કરોડની IDFC બેંક છેતરપિંડી કેસમાં વિક્રમ વાઘવાની ધરપકડ કરી

નવી દિલ્હી: ઇડીએ હરિયાણા, ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપિયા 645 કરોડની IDFC બેંક છેતરપિંડી કેસમાં વિક્રમ વાધવાની ધરપકડ કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ કારોબારી વિક્રમ વાઘવાની પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ તપાસને આગળ વધારવા માટે કરવામાં આવી છે. આ ધરપકડ  29 મેના રોજ કરવામાં આવી હતી. 

ઇડીના જણાવ્યા અનુસાર વાધવા એ મુખ્ય આરોપી વ્યક્તિઓમાંનો એક છે જેમણે ઋષભ ઋષિ, અભય કુમાર, બેંક અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સાથે મળીને જાહેર ભંડોળનો ગેરઉપયોગ કર્યો હતો.

રૂપિયા 645 કરોડની રકમ ઉચાપત 

ઇડીની તપાસ મુજબ  હરિયાણા સરકાર, ચંદીગઢ વહીવટીતંત્ર અને ચંદીગઢ અને પંચકુલાની બે મોટી ખાનગી શાળાઓના બેંક ખાતાઓમાંથી આશરે  રૂપિયા 645 કરોડની રકમ ઉચાપત કરવામાં આવી હતી. આ ભંડોળ IDFC ફર્સ્ટ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું. 

નાણાં શેલ કંપનીઓના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા 

તેમજ  તપાસ એજન્સીનો આરોપ છે કે નાણાં  સીધા ઉપાડવાને બદલે પહેલા ઘણી શેલ કંપનીઓના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, વિવિધ ખાતાઓ દ્વારા ભંડોળને ફરતા કરીને તેની સાચી ઓળખ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.