ચેન્નઈ: દુલીપ ટ્રોફી (Duleep trophy)ની પાંચ દિવસીય ફાઈનલમાં ઈશાન કિશન કિશનના નેતૃત્વમાં ઈસ્ટ ઝોન (East zone) ચેમ્પિયન બન્યું છે. આ ટીમે 14 વર્ષ બાદ ફરી એક વખત ટ્રોફી પર કબજો કર્યો છે. આ અગાઉ ઈસ્ટ ઝોને 2011-'12 અને 2012-'13ની સીઝનમાં બૅક-ટુ-બૅક ટ્રોફી જીતી હતી.
ફાઈનલમાં રનનો અભૂતપૂર્વ ઢગલો થયો હતો. આખી મૅચમાં 1,400થી પણ વધુ રન બન્યા હતા. ઈસ્ટ ઝોને પ્રથમ દાવમાં 708 રન કર્યા બાદ સાઉથ ઝોને 336 રન બનાવ્યા હતા. ગુરૂવારના છેલ્લા દિવસે ઈસ્ટ ઝોને બીજો દાવ 7/388ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ બંને ટીમના કેપ્ટને હાથ મિલાવીને મેચને ડ્રો કરાવવા સહમતી સાધી હતી. એ સાથે ઈસ્ટ ઝોને પ્રથમ દાવની સરસાઇને આધારે ફાઇનલ જીતી લીધી હતી.
ચેમ્પિયનપદની લગોલગ પહોંચી ગયેલી ઈસ્ટ ઝોનની ટીમે બીજા દાવમાં સાત વિકેટે 388 રન કર્યા હતા અને પ્રથમ દાવની 372 રનની સરસાઈ ગણતાં એના ખાતે કુલ 760 રન હતા.
🚨Shami and Vaibhav Sooryavanshi sign autographs after East Zone clinch Duleep Trophy.@Fancricket12 @IDFCFIRSTBank #DuleepTrophy pic.twitter.com/25B0b2aT20
— RevSportz Global (@RevSportzGlobal) September 10, 2026
ઈસ્ટના કેપ્ટન કિશન સહિત ત્રણ બૅટ્સમેને હાફ સેન્ચુરી ફટકારી હતી અને મોહમ્મદ કૉનૈન કુરેશી નામનો ઑલરાઉન્ડર 116 રન પર રમી રહ્યો હતો ત્યારે મેચ નેટ રોજ જાહેર કરવામાં આવી હતી.
ઈસ્ટ ઝોને બીજો દાવ ડિકલેર કરીને સાઉથ ઝોનને બીજા દાવની બૅટિંગ આપવાને બદલે આજના છેલ્લા દિવસે ભરપૂર બૅટિંગ પ્રેક્ટિસ કરી હતી.