Mon Jul 27 2026

Logo

સરકારે લૉન્ચ કર્યું નવું ફ્યુઅલ, જાણો તમારા વાહનમાં ચાલશે કે નહીં?

2026-06-05 21:59:12
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોલથી ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં મોટું ગાબડું પડ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. ભારત સિવાય પણ ઘણાય દેશ છે જેને પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલ પર ભારણ ઓછું કરવા માટે ઈ-વ્હીકલના વિકલ્પને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. સરકાર પણ આ માટે મદદરૂપ થઈ રહી છે. એનર્જી સેક્ટરને વધુ મજબૂત કરવા માટે ભારતે પણ રસ્તો શોધી કાઢ્યો છે. સરકારે સત્તાવાર રીતે E85 ફ્યૂઅલ લૉંચ કરી દીધું છે. આ એક બ્લેંડેડ ફ્યૂલ છે, જે સામાન્ય નાગરિકોના ખિસ્સાને પેટ્રોલની તુલનામાં ઓછો આર્થિક ભાર આપશે. 

દેશને મોટો ફાયદો થશે

સમગ્ર લૉંચ અને E85 ફ્યૂઅલ અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીના જણાવ્યા અનુસાર E85 ફ્યૂઅલની તુલનામાં 20 રૂપિયા સસ્તુ પડશે. E85 ફ્યૂઅલની વાત કરવામાં આવે તો આ એક એવું ફ્યૂઅલ છે જે પેટ્રોલ સાથે મિક્સ થાય છે, 85 ટકા ઈથેનોલ તે પેટ્રોલમાં મિશ્રિત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, બ્લેંડેડ ફ્યૂઅલ મારફત દેશના કુલ 1.85 લાખ કરોડની બચત થઈ છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે ફ્યૂઅલની અછત દેશમાં ઊભી થઈ નથી. વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત વધી રહી છે.લૉંચિંગ સમયે મંત્રીએ જણાવ્યું હતું કે, E85 ફ્યૂઅલની શરૂઆતથી દેશને મોટો ફાયદો થશે. વાહનમાંથી નીકળતો ઝેરી ધુમાડો ઓછો થશે, આ કારણે શહેરની હવા સ્વચ્છ થશે. આ સિવાય વિદેશી ક્રૂડ ઓઈલ પર દેશની નિર્ભરતા ઓછી થઈ જશે. આ કારણે દેશનું ફંડ પણ વિદેશમાં જતું બચશે. સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પેટ્રોલ ડીઝલનો પડતો માર ઘટશે. 

અસરકારકતા કેટલી?

બીજી તરફ ચર્ચા એવી પણ છે કે, દરેક વાહનમાં E85 ફ્યૂઅલ સપોર્ટ કરશે કે કેમ?આ પહેલા નીતીન ગડકરી અને હરદિપ સિંહ પૂરીએ દેશની ઓટો કંપનીઓ સાથે E85 ફ્યૂઅલને લઈને વાત કરી હતી. E85 ફ્યૂઅલ આવતા અન્ય પેટ્રોલ બંધ થઈ જશે એવું બિલકુલ નથી. અન્ય પેટ્રોલના વિકલ્પમાં હવે E85 ફ્યૂઅલ મળી રહેશે એ ચોખવટ મંત્રીએ કરી હતી. E85 ફ્યૂઅલથી વિદેશ પર ક્રૂડ ઓઈલની નિર્ભરતાનો પ્રશ્ન હળવો થશે એ વાત નક્કી છે. આ ફ્યૂલ પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે. સતત અને સખત રીતે વધેલા પેટ્રોલ ડીઝલના ભાવ સામે E85 ફ્યૂઅલ મોટી રાહત આપી શકે છે. જુદા જુદા વાહનો પર E85 ફ્યૂઅલ કેટલું અસરકારક રહેશે એ ચોક્કસ સમયના અંતે ખ્યાલ આવશે.