Fri Sep 11 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમય મર્યાદા યાદ કરાવી, કહ્યું નહિતર થશે મોટા હુમલા

washington dc   2026-04-04 21:54:19
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમય મર્યાદા યાદ કરાવી, કહ્યું નહિતર થશે મોટા હુમલા

વોશિંગ્ટન: અમેરિકા ઇઝરાયલ અને ઇરાનનો  35મો દિવસ છે. તેમ છતાં  યુદ્ધવિરામ પર કોઈ સહમતિ નથી બની. આ  દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી એક પોસ્ટથી સંઘર્ષ વધુ તીવ્ર બનવાની શક્યતાઓ વધી ગઈ છે. તેમની પોસ્ટમાં  ટ્રમ્પે ઇરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે અગાઉ ઇરાનને કરાર પર પહોંચવા માટે 6 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. જે સમયમર્યાદાને  તેમણે યાદ કરાવી છે. 

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  ટ્રુથ સોશિયલ પર  કહ્યું છે કે, "યાદ છે જ્યારે મેં ઈરાનને સોદો કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો? સમય ઝડપથી સમાપ્ત થઈ રહ્યો છે.  ટ્રમ્પે આગળ લખ્યું કે, 48 કલાકમાં તેમની પર કહેર તૂટશે. ટ્રમ્પ દ્વારા આપવા આવેલી  10 દિવસની સમયમર્યાદા પૂરી થવામાં હવે માત્ર 48 કલાક બાકી છે. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને  ટ્રમ્પે સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ આ પોસ્ટ કરી હતી. જેનાથી સંઘર્ષ વધવાની આશંકા નોંધપાત્ર રીતે વધી ગઈ છે.

ઇરાને અમેરિકા સામે હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા

આ ઉપરાંત ઈરાને ટ્રમ્પની બધી શરતો તેમજ પાકિસ્તાનના મધ્યસ્થી પ્રયાસોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. આ સાથે જ  ઈરાને મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને અમેરિકા સામે પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે. છેલ્લા 24 કલાકમાં  ઈરાને બે ફાઈટર જેટ  જેમાં યુએસ એફ-35 અને એફ-15નો સમાવેશ થાય છે.  તેમજ એક A-10 વિમાન અને અનેક લશ્કરી હેલિકોપ્ટર  તોડી પાડ્યા છે. આ યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો છે.