Tue Jun 30 2026

Logo

બોક્સ ઓફિસ પર આ મરાઠી ફિલ્મનો દબદબો: 40 દિવસમાં 634 ટકાનો બમ્પર નફો કરી બનાવ્યો મોટો રેકોર્ડ

2026-06-30 18:04:12
Author: Darshana Visaria
Article Image

મરાઠી ફિલ્મોની સુપરહિટ ફિલ્મ 'દેઉળ બંદ ટુ' (Deool Band 2) એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સિનેમાઘરોમાં રિલીઝના 40 દિવસ પૂરા થવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અડીખમ ઊભી છે. બોક્સ ઓફિસ પર નવી રિલીઝ થયેલી ફિલ્મ 'ઘબાડકુંડ' સાથે જોરદાર ટક્કર હોવા છતાં, 'દેઉળ બંધ ટુ'એ તેના છઠ્ઠા વીકેન્ડ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલમાં આ ફિલ્મ લિમિટેડ સ્ક્રીન્સ પર ચાલી રહી છે અને પોતાના આખરી તબક્કામાં છે, પરંતુ તેની અત્યાર સુધીની સફર કાબિલ-એ-તારીફ રહી છે.

ફિલ્મ રીલિઝ થયાના 40મા દિવસે એટલે કે છઠ્ઠા સોમવારે ફિલ્મના કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મે 40મા દિવસે 8 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જોકે, આ પહેલા છઠ્ઠા શનિવારે ફિલ્મે 0.24 કરોડ અને છઠ્ઠા રવિવારે 0.38 કરોડની શાનદાર કમાણી કરી હતી. આ સાથે જ ભારતમાં આ ફિલ્મની 40 દિવસની કુલ નેટ કમાણી હવે 73.49 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

માત્ર 10 કરોડના બજેટમાં 634 ટકાનો બમ્પર નફો

પ્રવીણ તારડેના નિર્દેશનમાં બનેલી આ ડિવોશનલ ડ્રામા ફિલ્મનું બજેટ માત્ર 10 કરોડ રૂપિયા હતું. બજેટની સરખામણીએ ફિલ્મે 40 દિવસમાં 63.49 કરોડ રૂપિયાનો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યો છે. જો આ ફિલ્મના નફાના ટકાવારીમાં બદલવામાં આવે, તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 634.9 ટકાનો જબરદસ્ત પ્રોફિટ કર્યો છે.

મરાઠી ફિલ્મ 'દેઉળ બંધ ટુ'એ બોક્સ ઓફિસ રક પોતાની આ શાનદાર કમાણી સાથે મરાઠી ફિલ્મોના ઈતિહાસમાં નવું પ્રકરણ લખ્યું છે. આ ફિલ્મ હવે અન્ય મરાઠી ફિલ્મો 'રાજા શિવાજી', 'સૈરાટ' અને 'બાઈપણ ભારી દેવા' પછી ઇતિહાસની ચોથી સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મ બની ગઈ છે.

વર્ષ 2026ની વાત કરીએ તો, ફિલ્મ 'દેઉળ બંદ 2' આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મ સાબિત થઈ છે. હવે આ ફિલ્મ બોક્સઓફિસ પર પોતાની સફર સમેટવાની તૈયારીમાં છે, પરંતુ રૂપિયા 10 કરોડના બજેટ સામે 73 કરોડથી વધુની કમાણી કરીને તેણે ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. તમે પણ આ ફિલ્મ જોઈ કે નહીં એ અમને ચોક્કસ જણાવો...