Mon Oct 05 2026

Logo

દિલ્હીના સફદરજંગમાં ન્યાયાધીશે આત્મહત્યા કરી, પોલીસે તપાસ શરૂ કરી

2026-05-02 21:24:50
Author: Mumbai Samachar Team
દિલ્હીના સફદરજંગમાં ન્યાયાધીશે આત્મહત્યા કરી, પોલીસે તપાસ શરૂ કરી

નવી દિલ્હી: દિલ્હીમાં એક ન્યાયાધીશે આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સફદરજંગ વિસ્તારના રહેવાસી ન્યાયાધીશે પોતાના ઘરે ફાંસી લગાવીને પોતાનું જીવન ટુકાવ્યું હતું. મૃતક ન્યાયાધીશની ઓળખ અમન કુમાર શર્મા તરીકે થઈ છે. તેમની ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. 

આ ઘટના અંગે  બપોરે માહિતી મળી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર  આ ઘટના અંગે  બપોરે માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને આ બાબતની માહિતી બપોરે 1:45 વાગ્યાની આસપાસ મળી હતી. આ ફોન પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.

આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી

આ અંગે  પ્રાથમિક માહિતી અનુસાર, ન્યાયાધીશ અમન કુમાર શર્માની લાશ લટકતી મળી આવી હતી.  દિલ્હી પોલીસે  આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. આ  ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે,  આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસે સંપૂર્ણ ક્રમ જાણવા માટે તપાસ શરૂ કરી છે.  ન્યાયાધીશ અમન કુમાર શર્માના અચાનક અવસાનથી શહેરના કાનૂની સમુદાયમાં શોક ફેલાયો છે.