Mon Oct 05 2026

Logo

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં ચૂક, ગાડીમાં આવેલા શખ્સે સ્પીકરની ગાડી નજીક પુષ્પગુચ્છ મૂક્યો

2026-04-06 16:04:57
Author: Chandrakant Kanoja
દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં ચૂક, ગાડીમાં આવેલા શખ્સે સ્પીકરની ગાડી નજીક પુષ્પગુચ્છ મૂક્યો

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં ચૂકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક કાર બેરીયર તોડીને વિધાનસભાના ગેટ નંબર 2 માંથી અંદર ઘૂસી ગઇ હતી. તેમજ વિધાનસભા સ્પીકરની કાર નજીક પુષ્પગુચ્છ મૂક્યો હતો. તેની બાદ આ કાર વિધાનસભા પરિસરમાંથી નીકળી જવામાં પણ સફળ થઇ હતી. 

પોલીસે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને કારની શોધ શરૂ કરી

આ ઘટનાની ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ તાત્કાલિક એકશનમાં આવી હતી. તેમજ  પોલીસે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને કારની શોધ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી એક કાર ગેટ નંબર 2 પરના બેરીયરને તોડીને પરિસરમાં પ્રવેશી હતી. આ કારે  લોખંડના દરવાજાને પણ તોડી નાખ્યો હતો. 

આ ઘટનાએ સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી

આ અંગે મળતી માહિતી મુજબ કારનો ડ્રાયવર  દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના કાર્યાલય તરફ આગળ વધ્યો અને પુષ્પગુચ્છ મૂક્યો હતો. આ ઘટનાએ સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. અધિકારીઓ આને સંભવિત સુરક્ષા ભંગ ગણાવી રહ્યા છે.