(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ(દક્ષિણ)ને મુંબઈગરા માટે ખુલ્લો મૂક્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ કોસ્ટલ રોડ(ઉત્તર)નું કામ હાથમાં લીધું છે. આ મેગા પ્રોજેક્ટ ઈન્ટરચેન્જ અને લિંક રોડ સહિત ૬૦ કિલોમીટરનો હોઈ વર્સોવા અને ભાયંદર બંને કોસ્ટલ રોડથી જોડાઈ જશે. આ પ્રોજેક્ટનું કામ સાત તબક્કા (પૅકેજ)માં કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દહિસર-ભાયંદર લિંક રોડનું કામ ડિસેમ્બર ૨૦૨૮ની સાલ સુધીમાં પૂર્ણ કરવાનું પાલિકાનું આયોજન છે.
પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે દહિસર-ભાયંદર લિંક રોડ (પૅકેજ-સેવન) અંતર્ગત મિરા-ભાયંદર મહાનગરપાલિકા હદમાં ભાયંદર ઈન્ટચેન્જના પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઈને કામનો અહેવાલ લીધો હતો અને આવશ્યક નિર્દેશ આપ્યા હતા. દહિસર-ભાયંદર લિંક રોડ એ મુંબઈ અને મિરા-ભાયંદર પરિસર વચ્ચે મહત્ત્વનો પ્રોજેક્ટ હોઈ તેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ લિંક રોડને કારણે દહિસર (વેસ્ટ)થી ભાયંદર (વેસ્ટ) વચ્ચે સીધો અને ઝડપી રસ્તો નિર્માણ થશે. આ રોડ પ્રોેજેક્ટની કુલ લંબાઈ લગભગ ૫.૧૩૫ કિલોમીટરની છે, જેમાં એલિવેટેડ રોડ, મેનગ્રોવ્ઝ વિસ્તારમાથી રસ્તો પસાર થશે. ખાડી પર એલિવેટેડ રોડ, લિંક રોડ અને ઈન્ટરચેન્જ સહિત ફ્લાયઓવર જેવા વિવિધ ઍન્જિનિયિરિંગ બાંધકામનો સમાવેશ થાય છે.
દહિસ-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટમાં લગભગ ૩.૮૩ કિલોમીટર લંબાઈ અને ૪૫ મીટર પહળોઆઈનો મુખ્ય એલિવેટેડ રોડ મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર)નો અંતિમ ભાગ છે. શનિવારે એડિશનલ કમિશનર અભિજિત બાંગરે સાઈટ પર અધિકારીઓને અમુક નિર્દેશ આપ્યા હતા. હાલમાં ગૅબિયન દીવાલનું કામ ચાલી રહ્યું છે. તેમ જ પૂલના પાયાભરણી માટે પાઈલ્સ (ઊંડો પાયો) અને તેના પર પાઈલ કૅપ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ૬૦ પાઈલ, પાંચ પાઈલ કેપ, પૂલના ચાર પિલર, પેૂલના બાંધકામના ભાગ (સેગમેન્ટ) જેવા કામ પૂરા થઈ ગયા છે. તેમ જ વક સાઈટ પર અત્યાધુનિક મશીન અને સામન ઉપલબ્ધ હોઈ તાત્પૂરતું પૂલ માટે પ્રવેશ માટે યંત્રણા ચાલુ છે. ઑક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં ગર્ડર લૉન્ચિંગનું કામ શરૂ કરવામાં આવશે.
એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે આવશ્યક જમીનનું સંપાદનની પ્રક્રિયા ઝડપી રીતે કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તે માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા સહિત અન્ય ઓથોરિટી સાથે મળીને કામ કરવું, તેમ જ સુરક્ષાને લઈને એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર)નું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.