Wed Aug 26 2026

Logo

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, જુઓ વાયરલ ફોટોગ્રાફ્સ

2026-03-09 20:36:38
Author: Mumbai Samachar Team
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, જુઓ વાયરલ ફોટોગ્રાફ્સ

મુંબઈ: ભારતીય ક્રિકેટ જગતમાંથી એક આનંદના સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન પૃથ્વી શોએ તેની ગર્લફ્રેન્ડ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરીને જીવનની નવી ઈનિંગની શરૂઆત કરી છે. સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકો આ જોડી પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. ખાસ કરીને આકૃતિનો ટ્રેડિશનલ લુક અને બંનેનું ટ્યુનિંગ ફેશન જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
 
પોતાના ખાસ દિવસ માટે પૃથ્વી અને આકૃતિએ કલર કો-ઓર્ડિનેશન પર ખાસ ધ્યાન આપ્યું હતું. આકૃતિએ કોઈ ચટક રંગને બદલે આઈવરી અને રેડ કલરના કોમ્બિનેશનવાળો લહેંગો પસંદ કર્યો હતો, જે તેને ગોર્જિયસ લુક આપી રહ્યો હતો. બીજી તરફ, પૃથ્વી શો પણ આઈવરી ટોનની શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. પૃથ્વીની શેરવાની પર પાંદડાવાળી ડિઝાઈન અને આકૃતિના લહેંગાની સ્ટાઈલ એકબીજાને પૂરક બની રહી હતી, જે તેમને એક રોયલ વાઈબ આપતી હતી.

આકૃતિના લહેંગામાં આઈવરી બેઝ પર લાલ અને ગોલ્ડન રંગનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું. લહેંગામાં જરી, થ્રેડ અને ફ્લોરલ એમ્બ્રોઈડરી દ્વારા સુંદર ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. લહેંગાના બોર્ડર પર વ્હાઈટ થ્રેડ અને સિક્વિન ડિટેલિંગ સાથે લટકતા બીડ્સ આ લુકને વધુ રિચ બનાવતી હતી. આ ઉપરાંત, ગુલાબી, લીલા અને પીળા રંગના ફ્લોરલ પેટર્ને લહેંગાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

લહેંગા સાથે કોન્ટ્રાસ્ટ આપવા માટે આકૃતિએ લાલ રંગનું બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં કલરફુલ એમ્બ્રોઈડરી અને શિમરી ટચ આપવામાં આવ્યો હતો. જોકે, તેના લુકમાં ખરો રોયલ ટચ લાલ રંગના બનારસી સ્ટાઈલ દુપટ્ટાએ ઉમેર્યો હતો. આ દુપટ્ટાને સોનેરી જરીથી શણગારવામાં આવ્યો હતો અને તેને સાડી સ્ટાઈલ પ્લીટ્સમાં ખભા પર ડ્રેપ કરવામાં આવ્યો હતો. આ સ્ટાઈલને કારણે આકૃતિનો સંપૂર્ણ લુક ઉભરીને સામે આવતો હતો.

પોતાના બ્રાઈડલ લુકને પૂર્ણ કરવા માટે આકૃતિએ પર્લ્સ ડિટેલિંગ ધરાવતો સ્ટનિંગ ચોકર સેટ પહેર્યો હતો. તેની સાથે મેચિંગ ઈયરિંગ્સ, માંગ ટીકા, રિંગ્સ અને હાથફૂલ તેને એક એલિગન્ટ દેખાવ આપી રહ્યા હતા. સોફ્ટ કર્લ્સ હેર સ્ટાઈલ અને કપાળ પર નાની સ્ટોન વાળી બિંદીએ તેની સુંદરતામાં વધારો કર્યો હતો. ફેશન એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આકૃતિનો આ લુક હવે આવનારી દુલ્હનો માટે ફેશન ઇન્સ્પિરેશન બની જશે.