ક્રિકેટ અને બોલીવૂડનો હંમેશાથી ચોલી અને દામનનો સાથ રહ્યો છે અને હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયરનું નામ બોલીવૂડની જાણીતી મોડેલ સાથે જોડાઈ રહ્યું છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ અભિષેક શર્મા છે. હાલમાં સોશિયલ મીડિયા પર નેટિઝન્સ અભિષેક શર્મા અને માહિરા શર્માના અફેયર્સને લઈને જાત જાતની અટકળો લગાવી રહ્યા છે અને આ બધું શરું થયું બંને જણે શેર કરેલા એક ફોટોને કારણે, ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...
હાલમાં સોશિયલ મીડિયા પર અભિષેક શર્મા અને માહિરા શર્માના ફોટો ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર નેટિઝન્સ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. જોકે, હજી સુધી આ સંબંધ વિશે માહિરા કે અભિષેક શર્માએ ખૂલીને કંઈ પણ કહ્યું નથી.
માહિરા શર્માએ સોશિયલ મીડિયા પર બ્લેક કલરના કેઝ્યુઅલ આઉટફિટમાં ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં ફેન્સનું ધ્યાન માહિરા શર્માના હાથમાં રહેલાં બ્રેસેલેટ પર ગયું અને બસ લોકોએ પોતાના મગજના ઘોડા દોડાવવાનું શરૂ કરી દીધું.. આનું કારણ એવું હતું કે માહિરાની જેમ જ અભિષેક શર્માએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચોકલેટી બોય લૂકમાં ફોટો શેર કર્યા હતા અને આ ફોટોમાં પણ અભિષેકના હાથમાં એવું જ બ્રેસલેટ જોવા મળ્યું હતું જેવું બ્રેસલેટ માહિરા શર્માએ પહેર્યું હતું.
અહીંયા તમારી જાણકારી માટે કે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો 'બિગ બોસ'માં પોતાની સાદગી અને અદભુત સ્ટાઈલથી લોકોના દિલ જીતનારી માહિરા અને મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારીને વિરોધીઓના હોશ ઉડાવનાર અભિષેક, બંને પોતપોતાના ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે. આ લવ-રૂમર્સની વચ્ચે સોશિયલ મીડિયા પર માહિરાનું નામ ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજ સાથે પણ જોડાઈ રહ્યું છે, જેણે આ આખી અફવા પાછળના રહસ્ય અને ફેન્સની ઉત્સુકતાને બમણી કરી દીધી છે.
જોકે, પ્રેમ અને સંબંધોની આ પીચ પર હજુ સુધી બંને સ્ટાર્સે મૌન સાધ્યું છે. અભિષેક કે માહિરા તરફથી આ અફેર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આમ છતાં, સોશિયલ મીડિયા પર ફેન્સ આ જોડી પર અત્યારથી જ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને 'ન્યૂ લવ બર્ડ્સ' નું ટેગ આપી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ માત્ર અફવાઓ જ સાબિત થાય છે કે પછી આગામી સમયમાં આ બંને પોતાના આ સંબંધને જાહેર કરે છે કે નહીં એ તો સમય આવ્યે જ ખબર પડશે...