Thu Jun 18 2026

Logo

કોરોના વાયરસ નવું રૂપ ધરીને આવ્યો: 23 દેશોમાં ફેલાયો ‘સિકાડા’ વેરિઅન્ટ

2026-03-30 15:20:00
Author: Savan Zalariya
Article Image

પહેલો કેસ નોંધાયા બાદ કોરોના વાયરસ દુનિયામાં દરેક દેશ સુધી પહોંચ્યો હતો, વર્ષ 2020 અને 2021 વિશ્વભરના લોકો માટે ખુબ જ મુશ્કેલી ભર્યા રહ્યા, લાખો લોકો એ જીવ ગુમાવ્યો અને વૈશ્વિક અર્થતંત્ર ભાંગી પડ્યું. વિશ્વ હજુ કોવિડની અસરોમાંથી બહાર આવી રહ્યું છે, એવામાં અહેવાલ છે કે કોરોના વાયરસનો નવો  વેરિઅન્ટ ફરી ફેલાઈ રહ્યો છે.

અહેવાલ મુજબ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનનો એક નવો સબ-વેરિઅન્ટ BA.3.2ની હાજરી 23 દેશો નોંધાઈ છે, આ સબ-વેરિઅન્ટને 'સિકાડા' નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સબ-વેરીયન્ટ ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. આ વેરીયન્ટ મ્યુટેશન વધુ જોવા મળ્યું છે, જેને કારણે તે હાલની ઈમ્યુનીટીને ભેદી શકે છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના જણાવ્યા અનુસાર વેરિઅન્ટ સ્ટ્રેનના ચેપનો સૌપ્રથમ કેસ નવેમ્બર 2024 માં દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 23 દેશોમાં આ વેરિઅન્ટના ચેપના કેસ નોંધાયા છે.  

આ વેરિઅન્ટ સિકાડા પ્રકાર નામ આપવામાં આવ્યું છે. સિકાડા જંતુ ખુબ ઘોંઘાટ મચાવે છે. આ જંતુની માફક આ વેરિઅન્ટ મોટી સંખ્યામાં ઉભરી આવ્યો છે. 

અહેવાલ મુજબ BA.3.2 માં વધુ જેનેટિક વિવિધતા જોવા મળે છે, તેના સ્પાઇક પ્રોટીનમાં આશરે 70-75 ફેરફાર જોવા મળ્યા છે. સ્પાઇક પ્રોટીન એ વાયરસનો એક એવો ભાગ છે, જે તેને માનવ કોષો જોડવામાં મદદ કરે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાયરસના પ્રોટીનમાં ફેરફારો ચિંતાનો વિષય છે. વાયરસનો આ પ્રકાર અગાઉના હાલની રસીઓથી ઉભી થયેલી રોગપ્રતિકારક શક્તિને ભેદી શકે છે.