મુંબઇઃ IPL 2026 માં પંજાબ કિંગ્સ (PBKS) માટે સ્થિતિ અત્યંત મુશ્કેલ દેખાઈ રહી છે. તાજેતરના પરાજય બાદ હવે પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓ ધૂંધળી બની છે. પંજાબ કિંગ્સને સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેમની પ્લેઓફની સફરને મોટો ફટકો પડ્યો છે.
ગુરુવારે રમાયેલી એક મહત્વની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે છ વિકેટે જીત મેળવી હતી. આ જીતમાં શાર્દુલ ઠાકુરની ચાર વિકેટ અને તિલક વર્માની શાનદાર બેટિંગ (75 રન) નો મહત્વનો ફાળો રહ્યો હતો. અગાઉ, બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ પ્રભસિમરન સિંહે (57 રન) પ્રિયાંશ આર્ય (27 રન) સાથે મળીને 33 બોલમાં 50 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી, જેનાથી પંજાબ પાવરપ્લેમાં 1 વિકેટના ભોગે 55 રન સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ પ્રભસિમરને કૂપર કોનોલી સાથે મળીને 57 રન ઉમેર્યા અને 12મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો.
મેચ પૂરી થયા પછી, પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા અને કોચ રિકી પોન્ટિંગ વચ્ચે એક ગંભીર અને લાંબી ચર્ચા થઈ હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. શાર્દુલ ઠાકુરે (4/39) ચાર વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં વાપસી કરાવી હતી, તેમ છતાં પંજાબ કિંગ્સ છેલ્લી ત્રણ ઓવરમાં 53 રન બનાવવામાં સફળ રહ્યું હતું અને 8 વિકેટના નુકસાન પર 200 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ તરફથી રયાન રિકેટે તોફાની બેટિંગ કરી હતી. પંજાબ કિંગ્સે 7મી થી 13મી ઓવર વચ્ચે 57 રન આપીને ત્રણ વિકેટ ઝડપી મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તિલક વર્માએ 33 બોલમાં અણનમ 75 રન બનાવીને ટીમની ઇનિંગને મજબૂતીથી સંભાળી હતી.
આ હારથી પંજાબ કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. હવે તેમને ટોપ-4માં સ્થાન મેળવવાની રેસમાં ટકી રહેવા માટે પોતાની બાકીની બંને મેચો જીતવી પડશે. 200 રનનો બચાવ કરતી વખતે, અર્શદીપ સિંહે નવી બોલ સાથે બે શાનદાર ઓવર નાખી જેમાં માત્ર આઠ રન આપ્યા હતા, પરંતુ તેને બીજા છેડેથી કોઈ સાથ મળ્યો ન હતો; કારણ કે રિકેલ્ટને તેની 23 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ દરમિયાન ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે બોલરો પર જોરદાર હુમલો કર્યો હતો.
RICKY PONTING EXPLAIN LOST AGAINST MUMBAI INDIANS TO PREITY ZINTA #PBKSvsMI #MIvsPBKS #IPL2026 #TATAIPL #PunjabKings #MumbaiIndians #ShreyasIyer #ArshdeepSingh #RohitSharma #HardikPandya #SuryakumarYadav pic.twitter.com/IENthS9yrA
— Infinite Infos (@infiniteInfos) May 14, 2026