Mon Jul 27 2026

Logo

સામાન્ય જનતાના બજેટ પર મોટો ફટકો, દિલ્હી-NCR માં CNG ના ભાવમાં ફરી વધારો

2026-05-17 11:13:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડબ્રેક ભાવો બાદ હવે સીએનજી (CNG) એ પણ સામાન્ય જનતાના બજેટ પર મોટો ફટકો માર્યો છે. દિલ્હી-NCR ના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારી માર પડવાનો છે. ગેસ કંપનીઓએ CNG ના ભાવમાં ફરી એકવાર રૂપિયા 1 પ્રતિ કિલોગ્રામ નો વધારો ઝીંકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કંપનીઓએ સીધા ₹2 નો વધારો કર્યો હતો. એક જ અઠવાડિયાની અંદર ગેસ કંપનીઓે સામાન્ય લોકોને આ બીજો ઝટકો આપ્યો છે.

CNG નો નવો ભાવ ક્યાં પહોંચ્યો છે?

દેશની રાજધાની દિલ્હીમાં ₹1 ના નવા વધારા બાદ હવે એક કિલોગ્રામ CNG ની કિંમત ₹80.09 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી મોટી વૃદ્ધિ છે. પહેલા ₹2 અને હવે ₹1 ના આ ડબલ ઝટકાથી દિલ્હીમાં કેબ, ઓટો અને પ્રાઈવેટ કાર ચલાવતા લાખો લોકોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડા વિસ્તારમાં પણ સીએનજીના ભાવમાં ₹1 નો વધારો કરવામાં આપવામાં આવ્યો છે. આ વધારા સાથે નોઈડામાં હવે CNG નો નવો રેટ વધીને ₹88.70 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે, જે દિલ્હીના ભાવ કરતાં ઘણો વધારે છે.

ગાઝિયાબાદના લોકોને પણ મોંઘવારીનો માર

ગાઝિયાબાદના રહેવાસીઓને પણ આ મોંઘવારીમાંથી કોઈ રાહત મળી નથી. અહીં પણ સીએનજીના દામ વધીને ₹88.70 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. ગાઝિયાબાદ અને નોઈડામાં રહીને રોજગારી માટે દિલ્હી અપ-ડાઉન કરતા લાખો નોકરિયાત વર્ગ માટે હવે રોજની મુસાફરી ઘણી ખર્ચાળ બની જશે. ના ભાવ સતત વધવાના કારણે હવે દિલ્હી-NCR માં ઓટો, ઈ-રિક્શા અને ઓલા-ઉબર જેવી કેબ યુનિયનોએ ભાડામાં વધારો કરવા માટેની હલચલ શરૂ કરી દીધી છે. કોમર્શિયલ વાહનોમાં સીએનજી મોંઘો થવાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને માલભાડા પર પડે છે.