Wed Sep 30 2026

Logo

ચુનાભટ્ટીમાં ટેરેસની દીવાલનો હિસ્સો તૂટી પડતા એકનું મોત

2026-06-19 17:22:05
Author: Sapna Desai
ચુનાભટ્ટીમાં ટેરેસની દીવાલનો હિસ્સો તૂટી પડતા એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચુનાભટ્ટીમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૭ માળની બિલ્ડિંગની ટેરેસની દીવાલનો કૉંક્રીટનો હિસ્સો તૂટીને નીચેથી પસાર થનારી વ્યક્તિ પર તૂટી પડતાં તેનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી.
ફાયરબ્રિગેડના જણાવ્યાં મુજબ ચુનાભટ્ટીનાં ઉમરવાડી વિસ્તારમાં કુરેશી નગરમાં ૧૭ માળનું ગેલેક્સી અપાર્ટમેન્ટ આવેલું છે.

શુક્રવારે મોડી રાતના લગભગ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી, જેમાં પંચાવન વર્ષના અબ્દુલ વહાબ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગેલેક્સી અપાર્ટમેન્ટની ટેરેસની પેરાપેટ વોલનો પ્લાસ્ટરનો હિસ્સો તૂટીને નીચે તેમના પર પડ્યો હતો. ઉપરથી નીચે માથા પર પ્લાસ્ટર પડવાને કારણે અબ્દુલ વહાબ જખમી થતા તેમને તરત પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હોવાનું ફરજ પર હાજર રહેલા ડૉકટરે જણાવ્યું હતું. ફાયરબ્રિગેડે બાદમાં ટેરેસના જોખમી હાલતમાં લટકી રહેલા દીવાલના હિસ્સાને તોડી પાડયો હતો