Thu May 07 2026

Logo

ચીને 1000 કિમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડાવી, ભારતમાં હજુ 180 કિમીના ટ્રાયલ

2026-05-07 12:29:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: ભારતીય રેલ્વેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRC) હાલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના કોરીડોરનું નિર્માણ કરી રહી છે, આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી અપેક્ષા છે. એ પેહલા ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત ટ્રેન છે, વંદે ભારત ટ્રેનસેટે 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ હાંસલ કરી છે.

પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા વિભાગ હેઠળ કોટા-ચૌમહલા-કોટા સેક્શન વંદે ભારત ટ્રેનનું સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરી (RCF) દ્વારા ઉત્પાદિત પ્રથમ વંદે ભારત ટ્રેનસેટે ટ્રાયલ દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ હાંસલ કરી હતી.

ભારતીય રેલ્વેના રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) ના ડિરેક્ટરની દેખરેખ હેઠળ આ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. અગાઉ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનની ગતિ વધારવામાં આવી હતી અને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ હાથ ધરવામાં આવી.  

ચીને અલ્ટ્રા-હાઈ-સ્પીડ ટ્રેન વિકસાવી:
ભારત 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનનું ટ્રાયલ કરી રહી રહ્યું છે, ત્યારે ચીને એક લગભગ 1,000 કિમી/કલાકની ઝડપે ટ્રેડ દોડાવી હતી. ચીનની આ અલ્ટ્રા-હાઈ-સ્પીડ ટ્રેન સત્તાવાર રીતે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે. 

ચીનની અલ્ટ્રા-હાઈ-સ્પીડ ટ્રેન લો-પ્રેશર ટ્યુબની અંદર ચાલે છે અને મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ)ના ઉપયોગથી ટ્રેન ટ્રેક તરતી રહે છે. મેગ્લેવ ટેકનોલોજીની મદદથી  ટ્રેન માત્ર થોડી મિનીટ્સમાં 0 થી 1,000 કિમી/કલાકની ઝડપ સુધી પહોંચી જાય છે. 

અહેવાલો અનુસાર, આ અલ્ટ્રા-હાઇ-સ્પીડ ટ્રેન તેના ટ્રાયલ દરમિયાન 1000 કિમી/કલાકની ઝડપે પહોંચી ગઈ છે. ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ (CASIC) દ્વારા આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ટ્રેન બેઇજિંગ અને શાંઘાઈ વચ્ચેનું 1200 કિમીનું અંતર ફક્ત 1 કલાક 30 મિનિટમાં કાપી શકે છે. આ ટ્રેન 2027 થી 2035 ની વચ્ચે જાહેર મુસાફરી માટે ખુલી મુકવામાં આવશે.  

જો ભારતમાં 1000 કિમી/કલાકની ઝડપે દોડતી ટ્રેન હોય તો, આ ટ્રેન મુંબઈથી દિલ્હી માત્ર 1 કલાકએ થોડી મીનીટોમાં પહોંચી શકે છે.

ચીન 1000 કિમી/કલાકની ઝડપથી સંતુષ્ટ નથી, ચીન હવે 4000 કિમી/કલાકની ઝડપે ટ્રેડ દોડાવવાની યોજના બનાવી રહ્યું છે, જેના માટે  સુપરકન્ડક્ટિંગ મેગ્લેવ ટેસ્ટ લાઇન પહેલેથી જ નિર્માણ હેઠળ છે.