Mon Oct 05 2026

Logo

ચીનના  શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

Shandong   2026-09-10 17:25:45
Author: Chandrakant Kanoja
ચીનના  શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

શેનડોંગ: ચીનના એક શિપ યાર્ડ પર  કાર્ગો જહાજમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 20 લોકો માર્યા ગયાના અને પાંચ લોકો ઘાયલ થવાના અહેવાલ છે. આ અંગે મળતી માહિતી મુજબ પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતમાં આવેલા 'કિંગદાઓ બેઈહાઈ શિપયાર્ડ' ખાતે જાળવણી હેઠળ રહેલા વિદેશી ધ્વજવાળા કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં મોટું નુકસાન  પણ થયું છે. 

તાત્કાલિક શોધખોળ અને બચાવ કામગીરી શરૂ

આ ઘટનાની જાણ થતાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે ગુમ થયેલા લોકો માટે તાત્કાલિક શોધખોળ અને બચાવ કામગીરી શરૂ આદેશ આપ્યા છે. તેમજ  ઘાયલોને તબીબી સારવાર પૂરી પાડવા અને  જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

જાન-માલનું ભારે નુકસાન 

તેમજ ચીનની સરકારી ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે  આ દુર્ઘટનામાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. જોકે, જાનહાનિની ​​ચોક્કસ સંખ્યા કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.