દહેરાદૂન : ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની ટૂંક જ સમયમા શરૂઆત થવાની છે. જેની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આ યાત્રા 19 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામથી શરૂ થશે. ત્યારબાદ કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ બુધવારના રોજ અને બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલ, ગુરુવારના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે.
શ્રદ્ધાળુઓને સમયસર આયોજન કરવા સલાહ
શ્રદ્ધાળુઓ સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનું અગાઉથી આયોજન કરે. જેમાં ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રા તેના ટ્રેકિંગ રૂટને કારણે પડકારજનક છે. તેથી, સમયસર તૈયારી કરવી જરૂરી છે. ચાર ધામ યાત્રા માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં પણ તેના મનમોહક દૃશ્યો બરફથી ઢંકાયેલા શિખરો અને વહેતા પ્રવાહો પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
ચારધામ યાત્રામાં જનારા દરેક યાત્રાળુ માટે નોંધણી ફરજિયાત
ચારધામ યાત્રામાં જનારા દરેક યાત્રાળુ માટે નોંધણી ફરજિયાત છે. ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાથી યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવાઓ, રૂટની માહિતી અને ધાર્મિક સ્થળોએ પ્રાથમિકતા પ્રાપ્તિનો લાભ મળે છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે યાત્રા સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા માટે આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.
ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યા 10 લાખને વટાવી
આ ચારધામ યાત્રાનું બજેટ પ્રવાસીઓના પ્રવાસ કાર્યક્રમ અને તેમના દ્વારા પસંદ કરાયેલા પરિવહનના માધ્યમો પર આધાર રાખે છે. ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા યાત્રાળુઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. આમાં સૌથી વધુ 3,41,000 થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત બનાવી છે. પ્રવાસન વિભાગે 6 માર્ચે યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી હતી. આજ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરવા માટે નોંધણી કરાવી છે.