નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા જાન્યુઆરી-જૂન 2026 માટે DA વધારાની જાહેરાત ટૂંક સમયમાં કરી શકાય છે. આ વધારો લગભગ 2 ટકા થવાનો અંદાજ છે, જે મોંઘવારીના તાજા આંકડાઓ પર આધારિત છે. સામાન્ય રીતે DA વધારો દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે માર્ચ મહિનામાં આની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે. આ વર્ષે આશરે 1.2 કરોડ કર્મચારી ડીએમાં વધારાની રાહ જોઈને બેઠા છે.
કેબિનેટ બેઠકમાં લાવેશે ખાસ નિર્ણય
જાન્યુઆરી-જૂન 2026માં ડીએમાં વધારાને ખૂબ જ યોગ્ય સમય માનવામાં આવી રહ્યો છે. દરે વર્ષે સરકાર દ્વારા જાન્યુઆરીના DA વધારાની જાહેરાત માર્ચ મહિનામાં કરવામાં આવે છે. વર્ષ 2024 અને 25 માં પણ DA વધારાની જાહેરાત માર્ચમાં કરવામાં આવી હતી. આ વર્ષની વાત કરવામાં આવે તો, માર્ચ મહિનાની છેલ્લી કેબિનેટ બેઠક હોવાથી આજનો દિવસ મહત્વપૂર્ણ રહેવાનો છે. આજે સરકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ વર્ષે DAમાં કેટલો વધારો કરવામાં આવે?
આ સાથે 8મા પગારપંચની પણ અત્યારે કર્મચારીઓ રાહ જોઈ રહ્યાં છે, જેમાં આજનો દિવસ તેમના માટે ખાસ સાબિત થઈ શકે છે. દેશભરમાં લગભગ 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓને આ DA વધારાનો લાભ મળશે. 7મા વેતન આયોગનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી સમાપ્ત થયો છે, તેથી આ વર્ષે DAમાં કેટલો વધારો કરવામાં આવે છે ચર્ચાનો વિષય છે, જ્યારે 8મા પગાર પંચની પણ છેલ્લા ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી છે.
મોંઘવારીના આંકડાઓ અનુસાર DA હાલ 58%થી વધીને 60% સુધી પહોંચી શકે છે, જેમાં 2%નો વધારો થવાની શક્યતાઓ છે. આ વધારાથી કર્મચારીઓની પગારમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે અને પેન્શનમાં પણ તે જ પ્રમાણે વધારો થશે, જે મોંઘવારી વિરુદ્ધ રક્ષણ આપશે.
DAની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
DAની ગણતરી CPI-IW પર આધારિત છે, જે દર મહિને જાહેર થાય છે. રિપોર્ટ્સ પ્રમાણે ડીએ માટે સરકાર દ્વારા એક નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ આંકડા નક્કી કરવામાં આવે છે. આમાં પાછલા 12 મહિનાનો CPI-IWનો સરેરાશ લેવામાં આવે છે, જેમાં મોંઘવારીમાં કેટલો વધારો થયો છે તેને પણ જોવામાં આવે છે.
તેના આધારે કર્મચારીઓ અને પેન્શનરોની આવક પર થતી મોંઘવારીની અસર ઘટાડવા માટે DA વધારવામાં આવે છે. આ જ કારણ છે કે DA વર્ષમાં બે વાર - જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે.