Fri Sep 04 2026

Logo

ગાંધીનગર, કલોલ, માણસા, દહેગામના ઉમેદવારો જાહેર, જુઓ લિસ્ટ

2026-04-10 11:49:00
Author: Mayur Patel
ગાંધીનગર, કલોલ, માણસા, દહેગામના ઉમેદવારો જાહેર, જુઓ લિસ્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થવા લાગ્યા છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા, વાવ-થરાદ, અમદાવાદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લા માટે ઉમેદવારોની  યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ક્યાંક નવા ચહેરાઓને તક મળી છે, તો ક્યાંક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. આ ઉપરાંત આજે ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ તાલુકા પંચાયત, માણસા તાલુકા પંચાયત, દહેગામ તાલુકા પંચાયત, કલોલ નગરપાલિકા, દહેગામ નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા હતા.

દહેગામ નગરપાલિકાના 7 વોર્ડમાં 28 ઉમેદવારો, કલોલ નગરપાલિકાના 11 વોર્ડના 43 ઉમેદવારો, દહેગામ તાલુક પંચાયતના 28 ઉમેદવારો, માણસા તાલુકા પંચાયતના 26 ઉમેદવારો, કલોલ તાલુકા પંચાયતના 22 ઉમેદવારો, ગાંધીનગર જિલ્લા પંચાયતના 27 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 13 એપ્રિલ ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ છે, જ્યારે 15 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 26 એપ્રિલના રોજ મતદાન થશે. જો જરૂર પડશે તો 27 એપ્રિલે પુનઃમતદાન થશે અને 28 એપ્રિલે મત ગણતરી થશે.

વધુ જુઓ...