કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય જ્વેલરના શોરૂમમાં લૂંટની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં માસ્ક પહેરેલા લૂંટારુઓએ માત્ર 70 સેકન્ડમાં ફિલ્મી ઢબે રૂપિયા 14 કરોડના સોના અને હીરાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે. સદનસીબે, આ હુમલામાં દુકાન માલિક અને કર્મચારીઓ સુરક્ષિત રહ્યા છે.
કાચના ડિસ્પ્લે કાઉન્ટર તોડવાનું શરૂ કરી દીધું
આ ઘટનાના વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે શોરૂમની બહાર અનેક વાહનો આવીને ઉભા રહે છે. તેમાંથી માસ્ક પહેરેલા લોકો બહાર આવે છે. તેઓ હથોડા અને બેગ લઈને ફરતા હતા. તેમજ સ્ટોરમાં પ્રવેશતા જ તેઓએ તરત જ કાચના ડિસ્પ્લે કાઉન્ટર તોડવાનું શરૂ કરી દીધું હતું. તેમજ તેમાંથી દાગીના લુંટવાનું શરુ કર્યું હતું.
શો રૂમનો 75 થી 80 ટકા માલ બેગમાં ભરી દીધો
આ અંગે તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ લૂંટારુઓએ આયોજનબદ્ધ રીતે કામ કર્યું હતું. માત્ર 70 સેકન્ડમાં શો રૂમનો 75 થી 80 ટકા માલ બેગમાં ભરી દીધો. જ્યારે હુમલો થયો ત્યારે દુકાનના માલિકો વર્મા પરિવાર અને કર્મચારીઓ અંદર હતા. પોતાનો જીવ બચાવવા માટે તેઓ દુકાનના પાછળના ભાગમાં છુપાયા હતા.
🇺🇸 BREAKING — 30+ Thieves Stole Over A Million Dollars of Jewelry in California. pic.twitter.com/FAlPN4GxH1
— 𝙿𝚊𝚖𝚙𝚑𝚕𝚎𝚝𝚜 (@PamphletsY) March 13, 2026
ચાર શંકાસ્પદોની ધરપકડ કરી
જોકે, લૂંટ બાદ ગુનેગારો ચોરાયેલા વાહનોમાં ભાગી ગયા. જ્યારે પોલીસે પીછો કર્યો છે. ત્યારે આ લૂંટારુઓ ટ્રાફિક નિયમનો ભંગ કરી અને વાહનોને ઓવરટેક કરી દીધા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ તમામ લોકો 19 થી 20 વર્ષની ઉંમરના છે. પોલીસ હાલમાં બાકીના શંકાસ્પદોની શોધ કરી રહી છે.